પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફર પર ક્રિકેટ એસોસિએશન ઓફ ઉત્તરાખંડના અધિકારીઓએ ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આરોપ લગાવ્યો કે તેણે બાયો-બબલમાં ટ્રેનિંગ દરમિયાન કેમ્પમાં નમાજ માટે મૌલવીઓને બોલાવ્યા હતા. આ આરોપોને વસીમ જાફરે ફગાવી દીધા છે.

જાફરે મંગળવારે જ ઉત્તરાખંડ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે. તેને 55 લાખ રૂપિયાની ફી આપીને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના રહેતા વિતેલા જ મહિને ઘરેલુ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં ઉત્તરાખંડની ટીમને 5માંથી 4 મેચમાં હાર થઈ હતી.

CAUના સચિવ મહિમ વર્મા અને સિલેક્શન કમિટીના ચેરમેન રિજવાન શમસાદે આરોપ લગાવ્યો હતો કે જાફરે કુણાલ ચંદિલાની જગ્યાએ ઇકબાલ અબ્દુલ્લાને કેપ્ટન બનાવ્યો. ઇકબાલને આગળ વધારવા માટે તેને બેટિંગ કરાવી, જ્યારે ઓપનર ચંદિલાને મિડલ ઓર્ડર પર મોકલ્યો.

તેમણે કહ્યું કે, ટ્રેનિંગ કેમ્પમાં મૌલવીઓના આવ્યા બાદ જાફરે ટીમનું સ્લોગન ‘રામ ભક્ત હનુમાન કી જય’ પણ બદલાવી દીધુ. ઉત્તરાખંડ ટીમ વિતેલા વર્ષથી જ ‘રામ ભક્ત હનુમાન કી જય’ સ્લોગનની સાથે રમી રહી હતી. જાફરે કથિત રીતે તેને ‘ગો ઉત્તરાખંડ’ કરાવી દીધું.


સિલેક્ટર અને સચિવે ઇકબાલને કેપ્ટન બનાવ્યોઃ જાફર

આ આરોપો પર જાફરે ન્યૂઝ એજન્સીને કહ્યું, “મેં તેમને (મહિમ અને શમસાદ) કહ્યું હતું કે ટીમનો કેપ્ટન જય બિષ્ટને બનાવવો જોઈએ. તે યુવા ખેલાડી હતો. તે તૈયાર થઈ ગયો હતો, પરંતુ ટૂર્નામેન્ટ માટે પહોંચ્યા બાદ તેને (મહિમ અને શમશાદ)કહ્યું કે ઇકબાલને કેપ્ટન બનાવવો જોઈએ. ત્યારે પણ મેં હા કહ્યું અને ઇકબાલને કેપ્ટન બનાવ્યો.”

જાફરે કહ્યું, ‘આ આરોપ ખૂબ જ દુખદ છે. મેં બધુ જ મારા ઈમેલમાં લખીને આપ્યું હતું. સ્પષ્ટ છે તે કેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તે આ મુદ્દાને ધાર્મિક રંગ આપીને મારા વિરૂદ્ધ ખોટા આરોપ લગાવી રહ્યા છે.’

જાફરે કહ્યું કે, ‘જ્યારે એમે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટ રમીને આવ્યા, ત્યારે સચિવ અને સિલેક્ટરે મને કેપ્ટન અને ટીમને બદલવા જેવી કોઈ વાત ન કહી. તેમણે મને ટીમ સિલેક્શનને લઈને પણ વાત ન કરી હતી. તો પછી તેઓ આવી વાતો પાછળથી કેમ કરી રહ્યા છે. તેમણે તમામ વાત મને કહેવી જોઈતી હતી. આ જ કારણ છે કે મેં કોચ પદેથી રાજીનામુ આપ્યું. તેઓએ એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે મેં જે કર્યું અને શા માટે કર્યું.’