રોયે કહ્યું, બધુ તૈયારીઓ પર નિર્ભર કરે છે. પરંતુ જો આયોજન થાય તો અમારું કામ ક્રિકેટ રમવાનું છે. આ સ્થિતિમાં જો અમને કહેવામાં આવે કે તમારી પાસે તૈયારી માટે માત્ર 3 અઠવાડિયાનો જ સમય છે તો અમારે તૈયારીઓ કરવી પડશે.
તેણે આગળ જણાવ્યું, મને ઈસીબી પર ભરોસો છે. આ સ્થિતિમાં બોર્ડ તમામ કોશિશ કરશે અને મારે આ બધી ચીજો પર ભરોસો કરવો જોઈએ. મારે ઈયોન મોર્ગન સાથે પણ વાત કરવી જોઈએ, કારણકે તેના દિમાગમાં કઈંકને કઈ જરૂર હશે.
ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવા અંગે રોયે કહ્યું, આ મારો ફેંસલો નથી અને તેના પર સત્તાવાળા વાત કરી રહ્યા છે. જે પણ ફેંસલો થશે તે અમારા હકમાં જ હશે.