Team India in T20 WC 2022: ટીમ ઇન્ડિયા (Team India) ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માંથી બહાર થઇ ગઇ છે. ગુરુવારે રમાયેલી સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને 10 વિકેટથી હાર આપી, અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમ સંઘર્ષ કરતી દેખાઇ પરંતુ એકપણ સમયે ઇંગ્લેન્ડને ટક્કર આપતી જોવા ન હતી મળી. હવે ભારતની કારમી હાર પર પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અજય જાડેજાએ મોટુ રિએક્શન આપીને મજાક ઉડાવી છે, તેમને કહ્યું કે આ ઘરડાંઓની ટીમ હતી. 


ખરેખરમાં, આ વખતે ટી20 વર્લ્ડકપ પસંદગી સમિતિએ સીનિયર ખેલાડીઓને મોકો આપ્યો હતો અને યુવાઓને બહાર રાખ્યા હતા, હવે ટીમ પસંદગી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલી કેપ્ટન હતો, પછી રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને અલગ અલગ જગ્યાઓ પર કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામા આવી હતી. આને લઇને હવે અજય જાડેજાએ કહ્યું કે - ઘરમાં એક જ ઘરડો હોવો જોઇએ, સાત ઘરડાં હશે તો પરેશાની તો રહેશે જ ને. અજય જાડેજાનો કટાક્ષ કેપ્ટનશીપ હતો. 


ક્રિકબઝ સાથે વાતચીત કરતાં અજય જાડેજાએ કહ્યું- હું એક વાત કહીશ જે ચુભી જશે, જો કોઇ કેપ્ટનને ટીમ બનાવવી હોય તો તેને આખા વર્ષ સુધી ટીમની સાથે રહેવુ પડે છે. આખુ વર્ષ રોહિત શર્મા કેટલા પ્રવાસ પર ગયો ? આ વતા પહેલા પણ કહી ચૂક્યો હતો, તમે ટીમ બનાવી છે અને તમે સાથે નથી રહેતા તો આ ઠીક નથી.  


IND vs ENG: સેમીફાઈનલમાં હાર બાદ રડતો જોવા મળ્યો રોહિત શર્મા - 
Rohit Sharma Breaks Down: એડિલેડ ઓવલ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે એકતરફી રીતે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં  એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી. તે જ સમયે, આ હાર બાદ ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો. મેચ બાદ તેની રડતી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.


મેચ બાદ રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો -
એડિલેડ ઓવલ ખાતે રમાયેલી બીજી અને નિર્ણાયક સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને એકતરફી હરાવ્યું અને 10 વિકેટથી મેચ જીતી લીધી. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તે જ સમયે, મેચ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ અને મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા એકદમ ભાવુક દેખાઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે.