નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ ફરી એકવાર ફોર્મમાં આવી ગયો છે. શાનદાર ફોર્મ ચાલુ રાખતા જો રૂટે સતત બીજી સદી ફટકારતા પોતાની કેરિયરની 19મી સદી ફટકારી દીધી છે. ઇંગ્લેન્ડની શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે લંચ સુધી ચાર વિકેટે 181 રન બનાવ્યા. શ્રીલંકાએ પોતાની પહેલી ઇનિંગમાં 381 રન બનાવ્યા હતા, અને આ રીતે ઇંગ્લેન્ડ હજુ તેનાથી 200 રન દુર છે.

લંચ સમય સુધી જો રૂટ 105 રન રમી રહ્યો હતો, તેને અત્યારુ સુધી 153 બૉલો રમ્યા અને 14 ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે બીજા છેડે જૉસ બટલર 30 રન બનાવીને રમી રહ્યો છે. આ બન્નેએ પાંચમી વિકેટ માટે હજુ સુધી 49 રન જોડી દીધા છે.



પોતાની 99મી ટેસ્ટ મેચ રમી રહેલા જો રૂટને સ્પિન સામે કોઇ પરેશાન નથી થઇ. તેને દિલરુવાન પરેરા પર એક રન લઇને સતત બીજી ટેસ્ટમાં સદી પુરી કરી હતી. ઇંગ્લેન્ડે પેહલા ટેસ્ટ મેચ સાત વિકેટે જીતી લીધી હતી. પહેલી ટેસ્ટ માચેમાં ડબલ સદી ફટકારી હતી, અને તેને શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.

ફાઇલ તસવીર