Test Ranking: હેરી બ્રૂકે પોતાના દેશબંધુ જૉ રૂટને પછાડીને ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનોની ટોચની રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં હેરીએ તેની આઠમી સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સની મદદથી હેરીએ 898નું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું છે. આ સાથે તે સચિન તેંડુલકરની લીગમાં જોડાયો. અત્યાર સુધીમાં 34 ખેલાડીઓ આ રેન્કિંગ હાંસલ કરી ચૂક્યા છે.

હેરી બ્રૂકે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દાવમાં 123 અને બીજી ઇનિંગમાં 55 રન બનાવ્યા હતા. આ ઈંગ્લિશ બેટ્સમેન માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેણે આ વર્ષે 11 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે પાકિસ્તાન સામે ત્રિપલ સદી સહિત ચાર સદી ફટકારી છે. હેરી બ્રુકે 10 ઇનિંગ્સમાં કુલ 1099 રન બનાવ્યા છે. આક્રમક બેઝબોલ શૈલીમાં બેટિંગ કરનારા બ્રૂક વિશે, જો રૂટે તાજેતરમાં કહ્યું હતું કે જો તમે તેને પૂછો તો હેરી બ્રૂક હાલમાં વિશ્વ ક્રિકેટમાં શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર છે.

જૉ રૂટે કહ્યું, "તેની પાસે રમતની દરેક કુશળતા છે, તે દબાણને સંભાળી શકે છે, અન્ય ટીમ પર દબાણ લાવી શકે છે, તે તમારા માથા પર છગ્ગા મારી શકે છે, તે સ્કૂપ શૉટ ફટકારી શકે છે, તે સ્પિનને નષ્ટ કરી શકે છે. એકંદરે, તેની સામે બૉલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ટ્રેવિસ હેડને પણ ભારત સામે સદી ફટકારવાનો ઈનામ મળ્યું છે. તે છ સ્થાન ઉપર ચઢીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઋષભ પંત ત્રણ સ્થાન સરકીને નવમા નંબર પર આવી ગયો છે. તેની રેન્કિંગ 724 છે, જ્યારે પાકિસ્તાનના સઈદ શકીલ પણ 724 રેન્કિંગ સાથે દસમા સ્થાને છે.

સાઉથ આફ્રિકાનો સુકાની ટેમ્બા બાવુમા પણ તેના સતત સારા પ્રદર્શનના આધારે ત્રણ સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. તેની સાથે શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસ પણ ત્રણ સ્થાન ઉપર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશેન પણ ત્રણ સ્થાનનો સુધારો કરીને 13મા સ્થાને પહોંચી ગયો છે. શ્રીલંકાના જમણા હાથનો બેટ્સમેન દિનેશ ચાંદીમલ બે સ્થાન આગળ વધીને 15મા સ્થાને પહોંચી ગયો છે.

ICC Ranking: બેટ્સમેનોનું તાજા રેન્કિંગ

ક્રમ ખેલાડી દેશ રેન્કિંગ
1 હૈરી બ્રૂક ઇંગ્લેન્ડ 898
2 જૉ રૂટ ઇંગ્લેન્ડ 897
3 કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ 812
4 યશસ્વી જાયસ્વાલ ભારત 811
5 ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયા 781
6 કામિન્દુ મેન્ડિસ શ્રીલંકા 759
7 ટેમ્બા બવુમા દક્ષિણ આફ્રિકા 753
8 ડેરિલ મિશેલ ન્યૂઝીલેન્ડ 729
9 ઋષભ પંત ભારત 724
10 સઉદ શકીલ પાકિસ્તાન 724

આ પણ વાંચો

Google Search 2024: આ વર્ષે આ મહિલા ખેલાડી ગૂગલ સર્ચમાં રહી ટૉપ પર, હવે રમત છોડીને રાજનીતિમાં કરી ચૂકી છે એન્ટ્રી