કોલંબોઃ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ફટકો લાગ્યો છે. જાણકારી મુજબ, ઈંગ્લેન્ડનો સ્પિન ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના પોઝિટિવ આવ્યો છે. મોઈન અલી ગઈકાલે જ ટીમ સાથે શ્રીલંકા પહોંચ્યો હતો. આ પ્રવાસ પર ઈંગ્લેન્ડ બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાનું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખુદ આ જાણકારી આપી છે.

મોઈન અલીએ 60 ટેસ્ટમાં 2782 રન રનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 5 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 155 રન નોટ આઉટ છે. જ્યારે 106 વન ડેમાં 1790 રન નોંધાવ્યા છે. વન ડેમાં તેણે 3 સદી અને 4 અડધી સદી લગાવી છે. 34 ટી20માં તેણે 392 રન બનાવ્યા છે. ટી20માં તેનો સર્વોચ્ચ સ્કોર 72 રન છે.