નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સાતમી જાન્યુઆરીએ ત્રીજી ટેસ્ટ સિડનીમાં શરૂ થઇ રહી છે. જોકે આ ટેસ્ટ પહેલા ભારતીય ટીમ પર મોટો ખતરો ખેલાડીઓનો કૉવિડ પ્રૉટોકૉલ તોડવાના સામે આવ્યો છે. રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની એક હૉટલમાં દેખાય હતા, આનો વીડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો અને તમામ ખેલાડીઓને આઇસૉલશનમાં મોકલી દેવામાં આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ક્રિકેટ બોર્ડે તપાસ પણ શરૂ કરી દીધી હતી.


પરંતુ હવે આ બધાની વચ્ચે સવાલ છે કે આ તમામ ખેલાડીઓમાં કે જે ત્રીજી ટેસ્ટમાં રમવાના છે, તેને લઇને શું થશે. આમાં રોહિત શર્મા, શુભમન ગીલ, ઋષભ પંત, નવદીપ સૈની અને પૃથ્વી શૉ સામેલ છે, આ તમામે બાયૉ-સિક્યૉર પ્રૉટોકોલ તોડીને નવા વર્ષની રાત્રે એક હૉટલમાં ભોજન કર્યુ હતુ.

સિડની મૉર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ આને લઇને વ્યવહારિક રીત અપનાવશે, અને પાંચ ખેલાડીઓને બાયૉ સિક્યૂરિટી પ્રૉટોકૉલ તોડવાના કારણે દંડ ફટકારશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ ખેલાડીઓને સજા નથી આપી શકતી, કેમકે તે તેમના કર્મચારી નથી. રિપોર્ટ છે કે તપાસ ચાલુ હોવા છતાં પણ રોહિત શર્મા, શુભમન ગીલ અને ઋષભ પંત ત્રીજી ટેસ્ટ રમી શકે છે. પરંતુ આ માટે બીસીસીઆઇ ફેંસલો કરશે.

(ફાઇલ તસવીર)