પીટરસને ટાઇમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, સચિનનો રેકોર્ડ તોડતા પહેલા વિરાટે જોવું પડશે કે તે કેટલું લાંબુ ક્રિકેટ રમી શકે છે. હાલ વધારે પ્રમાણે ક્રિકેટ રમાઈ રહી છે તેમાં કોઈ શંકા નથી. જેમાં ટેસ્ટ, વન ડે, ટી-20 અને આઈપીએલ સામેલ છે. આ સ્થિતિમાં વિરાટ સતત ક્રિકેટ રમતો રહે તો રેકોર્ડ તાડી શકે તે વાતમાં શંકા નથી પરંતુ તેણે સમજવું પડશે કે વધારે ક્રિકેટ તેના કરિયરમાં મોટી અડચણ બની શકે છે.
પીટરસનના કહેવા મુજબ, વિરાટ જે પ્રમાણે ક્રિકેટ રમી રહ્યો છે તેમાં ઈજાગ્રસ્ત થવાની શક્યતા વધારે છે. પરંતુ વિરાટે જે રીતે તેની ફિટનેસ જાળવી રાખી છે તેનાથી બધુ આસાન લાગે છે પરંતુ ઈજા વિરાટના કરિયરને થોડી પાછળ લઈ જઈ શકે છે. હાલના ક્રિકેટમાં આપણે જઈ ચુક્યા છીએ કે કોઈપણ ઈજાગ્રસ્ત ખેલાડીને વાપસી કરવામાં થોડો સમય જરૂર લાગે છે.