યો યો ટેસ્ટના કારણે ટીમ ઈન્ડિયામાં પણ વિવાદ થઈ ચુક્યો છે. પૂર્વ ખેલાડી યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યો યો ટેસ્ટ પાસ કરી હોવા છતાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2000ની વાત કરવામાં આવે તો તે સમયે પણ ટીમ ઈન્ડિયામાં ફિટનેસ જરૂરી હતી. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટું નિવેદન આપતાં કહ્યું કે, જો આ દરમિયાન યો યો ટેસ્ટ હોત તો મારા સહિત બેથી ત્રણ ખેલાડી ટેસ્ટ પાસ કરી શકત.
તેણે યુવરાજ અને બાલાજીનું નામ લઈને કહ્યું, અમે ત્રણ જ યો યો ટેસ્ટ પાસ કરી શકત. તેણે કોહલીની પ્રશંસા કરતા કહ્યું, ટીમ ઈન્ડિયાને કોહલી એક અલગ જ લેવલ પર લઈ ગયો છે. દરેક ક્રિકેટર માટે તેની ફિટનેસ હંમેશા જરૂરી હોય છે.
કૈફે કહ્યું, જ્યારે પૂરી ટીમ એક સાથે પ્રદર્શન કરશે ત્યારે આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શકશે. 2014 બાદ ટીમ ઈન્ડિયા એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.