England Qualification Scenario for CT 2025: આઇસીસી વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો દબદબો યથાવત છે. ગઇકાલે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇંગ્લિશ ટીમને ભારતીય ટીમે 100 રનથી હારનો સ્વાદ ચખાડ્યો હતો, આ પછી ઇંગ્લેન્ડની ટીમની મુશ્કેલીઓ વધુ વધી ગઇ છે. વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડની ટીમની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. જૉસ બટલરની આગેવાનીમાં ઈંગ્લેન્ડ પૉઈન્ટ ટેબલમાં છેલ્લા એટલે કે દસમા ક્રમે છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં 5માં હાર થઈ છે. આ રીતે ઈંગ્લેન્ડના 6 મેચમાં 2 પૉઈન્ટ છે. આ સાથે જ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ઈંગ્લેન્ડની ક્વૉલિફિકેશન દાવ પર લાગી ગઈ છે. ખરેખરમાં, સમીકરણોના પ્રમાણે જોઇએ તો ઇંગ્લેન્ડ માટે ક્વૉલિફાય થવું ખૂબ મુશ્કેલ છે. જોકે, ઇંગ્લેન્ડ પાસે હજુ પણ ચોક્કસપણે તક તો છે જ. આ ટીમ ક્વૉલિફાય કરી શકે છે, પરંતુ તેના પોતાના પ્રદર્શન ઉપરાંત તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.


ઇંગ્લેન્ડ ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી માટે કઇ રીતે કરી શકે છે ક્વૉલિફાય ?
વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડની 3 મેચ બાકી છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત આ ટીમ નેધરલેન્ડ અને પાકિસ્તાન સામે રમશે. આ 3 મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે, પરંતુ આ પછી પણ તેને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. નેધરલેન્ડને બાકીની ત્રણેય મેચ હારવી પડશે. અફઘાનિસ્તાન ઉપરાંત નેધરલેન્ડને ઈંગ્લેન્ડ અને ભારત સામે રમવાનું છે.


... તો શું આ પછી ઇંગ્લેન્ડ ક્વૉલિફાય કરી લેશે ?
એટલું જ નહીં, આ પછી ઇંગ્લેન્ડની ટીમે પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશ તેની બાકીની 3માંથી ઓછામાં ઓછી 2 મેચ હારે. પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. જો આમ થશે તો ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે ક્વૉલિફાય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. યજમાન દેશ હોવાના કારણે પાકિસ્તાન આપોઆપ ક્વૉલિફાય થઈ ગયું છે. જ્યારે બાકીની 7 ટીમોએ ક્વૉલિફાય થવાની છે. વર્લ્ડકપની ટોપ-7 ટીમો ક્વૉલિફાય થશે.


 


વર્લ્ડકપ 2023, ઈંગ્લેન્ડમાં સ્થિતિ બદથી બદતર થઈ


ઈંગ્લેન્ડના 6 મેચમાં માત્ર 2 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં છેલ્લા એટલે કે દસમા સ્થાને છે. આ ટીમને માત્ર 1 જીત મળી છે જ્યારે 5 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાના 6 મેચમાં 10 પોઈન્ટ છે. ટેમ્બા બાવુમાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ પછી ત્રીજા નંબર પર ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડના 6 મેચમાં 8 પોઈન્ટ છે. આ પછી પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ છે. ઓસ્ટ્રેલિયાના 6 મેચમાં 8 પોઈન્ટ છે.


પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો ક્યાં છે?