જોકે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 2021ના અંત પહેલા સીરીઝ રમવાનો વિશ્વાસ અપાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાન્યુઆરી -ફેબ્રુઆરીમાં થનારો આ પ્રવાસ હવે ઓક્ટોબરમાં થઇ શકે છે. પાકિસ્તાન પ્રવાસ બાદ તરતજ ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં રમાનારી ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે.
એક સુત્રએ કહ્યું- આગામી વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમને શ્રીલંકા અને ભારતમાં સીરીઝ રમવાની છે. આ ઉપરાંત કેટલાક ટી20 એક્સપર્ટ બિગ બેશ લીગમાં વ્યસ્ત હશે, આની સાથે જ ખર્ચ સાથે જોડાયેલી સમસ્યા પણ છે. બન્ને દેશો વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાવવાની નક્કી છે. અધિકારીએ કહ્યું- આ ફક્ત ત્રણ મેચોની સીરીઝ હશે અને કદાચ બધા મેચો કરાંચીમાં રમાય. ઇંગ્લેન્ડ ટીમ ચાર્ટર્ડ પ્લેનથી લાવવા અને દુબઇમાં પ્રેક્ટિસ કેમ્પ કરાવવા ઇંગ્લેન્ડ બોર્ડને ખુબ મોંઘો સાબિત થઇ શકે છે.
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ બોર્ડે મળીને સીરીઝને ઓક્ટોબર સુધી સ્થગિત કરવાનો ફેંસલો કર્યો છે, જેથી ભારત જતા પહેલા ઇંગ્લેન્ડ ટી20 ટીમ પાકિસ્તાનમાં રમી શકે. ઇંગ્લેન્ડ છેલ્લીવાર 2005માં પાકિસ્તાનમાં રમ્યુ હતુ.