ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ બુધવાર (19 જુલાઈ)થી માન્ચેસ્ટરમાં શરૂ થઈ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મેચના પહેલા દિવસે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં દિવસની રમતના અંતે આઠ વિકેટે 299 રન બનાવ્યા હતા.






માન્ચેસ્ટર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ સુધી આઠ વિકેટે 299 રન બનાવી લીધા છે. મિશેલ સ્ટાર્ક 23 અને કેપ્ટન પેટ કમિન્સ એક રન બનાવીને અણનમ છે. મિશેલ માર્શ અને માર્નસ લાબુશેને કાંગારૂ ટીમ માટે અત્યાર સુધી પ્રથમ દાવમાં સૌથી વધુ રન બનાવ્યા છે. બંનેએ 51-51 રનની ઇનિંગ રમી હતી. ટ્રેવિસ હેડ 48 અને સ્ટીવ સ્મિથે 41 રન બનાવીને આઉટ થયા હતા. ડેવિડ વોર્નરે 32, એલેક્સ કેરીએ 20 અને કમરૂન ગ્રીને 16 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. સ્ટુઅર્ટ બ્રોડને બે સફળતા મળી. માર્ક વૂડ અને મોઈન અલીએ એક-એક વિકેટ લીધી છે.


સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 600 વિકેટ પૂરી કરી હતી. તે 600 ટેસ્ટ વિકેટ લેનારો વિશ્વનો પાંચમો બોલર બન્યો. આવું કરનાર તે જેમ્સ એન્ડરસન પછી બીજો ઝડપી બોલર બન્યો હતો.


બ્રોડે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો ઉસ્માન ખ્વાજા (3)ના રૂપમાં આપ્યો હતો. બાદમાં વોર્નર પણ 38 બોલમાં 32 રન બનાવી આઉટ થયો હતો. સ્ટીવ સ્મિથે લાબુશેન સાથે મળી ઝડપી રન બનાવવાનું શરૂ કર્યું હતુ. ઓસ્ટ્રેલિયાએ લંચ સુધી બે વિકેટે 107 રન બનાવ્યા હતા. આ પછી સ્મિથ 41ના અંગત સ્કોર પર માર્ક વુડના હાથે એલબીડબલ્યુ થયો હતો. બ્રોડે હેડને 48 રન પર આઉટ કરીને તેની 600મી ટેસ્ટ વિકેટ લીધી.


ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ મેચમાં ત્રણ ઝડપી બોલરો સાથે ઉતર્યું હતું. 12 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ સ્પિનર ​​વિના ટેસ્ટ મેચ રમી રહી છે. અગાઉ 2011-12માં ઓસ્ટ્રેલિયાએ પર્થમાં ભારત સામે તમામ ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતાર્યા હતા.


આ પણ વાંચોઃ


India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો