નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેર બાદ 6 મહિનાનો સમય વિત્યા પછી ઇન્ટરનેશનલ લેવલ પર મહિલા ક્રિકેટની ફરીથી વાપસી થઇ ગઇ છે. ટેમી બેયમોન્ટના અર્ધશતકના સહારે ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમે ડર્બીશાયર ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી પહેલી ટી20માં વેસ્ટ ઇન્ડિઝ ટીમને 47 રનોથી હરાવી દીધુ છે. બેયુમોન્ટની 49 બૉલ પર 62 રનોની ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. વિન્ડિઝ મહિલા પુરેપુરી ઓવરો રમ્યા બાદ છ વિકેટ પર 116 રન જ બનાવી શકી હતી.


ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ મહિલા ટીમની શરૂઆતમાં બેયુમોન્ટની સાથે ડેનિયલ વ્યાટ (17) પહેલી વિકેટ માટે 43 રન જોડ્યા હતા. બાદમાં વિન્ડિઝના બૉલરોએ કન્ટીન્યૂ વિકેટો ઝડપી અને ઇંગ્લેન્ડ મહિલા ટીમે 20 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મહેમાન ટીમે સારી શરૂઆત કરી, ત્રીજી ઓવરમાં હાયલે મેથ્યૂઝ (3)ની પહેલી વિકેટ પડી, વળી દેયોન્દ્ર ડોટિન (69) એક છેડો સંભાળ્યો હતો. વિન્ડિઝ ટીમની એકમાત્ર બેટ્સમેન હતી, જેને 59 બૉલની પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ અંતે વિન્ડિઝને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇંગ્લેન્ડ મહિલા ટીમે પ્રથમ મેચ જીતની સાથે પાંચ મેચોની ટી20 સીરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી હતી. બન્ને ટીમોની બીજી મેચ બુધવારે રમાવવાની છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ