રિતુરાજ ગાયકવાડ દુબઈ પહોંચ્યા બાદ ટીમના 12 અન્ય સભ્યો સાથે કોરોના પોભિટિવ મળી આવ્યો હતો. કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ગાયકવાડને ટીમ કેમ્પથી અલગ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે આઈસોલેશનમાં જ હતો. પરંતુ હવે 21 દિવસ બાદ રિતુરાજ ગાયકવાડના બન્ને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રિતુરાજ ગાયકવાડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવાવની જાણકારી સીએસકેના ટ્વિટર હેન્ડલથી આપવામાં આવી છે. એટલું જ નહીં સીએસકેએ રિતુરાજની ટીમની સાથે ફરી જોડાવવા અને પ્રેક્ટિસ કરવાની તસવીર પણ શેર કરી છે.
13 સભ્યો મળી આવ્યા હતા પોઝિટિવ
વિતેલા મહિને દુબઈ પહોંચ્યા બાદ સીએસકેની ટીમને તે સમયે મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે બે ખેલાડીઓ સહિત 13 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કારણે સીએસકેની ટીમને કોરેન્ટાઈન કરવામાં આવી હતી અને ટી ચાર સપ્ટેમ્બર બાદ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી શકી.