નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોર શુક્રવારે આઈપીએલ 2020ના પ્લેઓફમાંથી બહાર થનાર પ્રથમ ટીમ બની. સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે પ્રથમ બેટિંગ કરતાં આરસીબી 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 131 રન જ બનાવી શકી. જેના જવાબમાં વિલિયમસન અને જેસન હોલ્ડરે શાનદાર બેટિંગ કરતાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે પાંચ વિકેટ જીત મેળવી હતી.


આરસીબીની ટીમ ચાર વર્ષ બાદ આઈપીએલ પ્લેઓફ માટે ક્વોલીફાઈ થઈ હતી. મેચના પરિણામ બાદ પૂર્વ ક્રિકેટર્સ ગૌતમ ગંભીર અને સંજય માંજરેકરે આરસીબીની કેપ્ટનશિપ બદલવાની માગ કરી હતી. ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર કેટ ક્રોસે પણ આરસીબીના હાર પર પ્રતિક્રિયા આપી અને વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમની મજાક ઉડાવી.


ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટરનું ટ્વીટ

ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર એલેક્સાંડ્રા હાર્ટલે આરસીબીની મોટી ફેન છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે, “અમે એક મેચ જીતવાની જરૂર હતી. શું અમે ક્યારે ખિતાબ જીતી શકીશું?’ તેના પર ક્રોસે એમએસ ધોનીનો જાણીતો ડાયલોગ ડેફિનેટલી નોટનો ફોટો શેર કરીને આરસીબીની મજાક ઉડાવી છે. જણાવીએ ક, આ બે શબ્દ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જ્યારે ધોનીએ પુષ્ટિ કરી હતી કે તે આઈપીએલમાંથી નિવૃત્તિ નથી લઈ રહ્યા અને આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરશે.

આરસીબીનાને બે તક મળી હોત તો ટોપ-2માં સ્થાન મળી શક્યું હોત. લીગ રાઉન્ડમાં આરસીબી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી હતી. જોકે સીઝનના બીજા રાઉન્ડમાં સતત હારને કારણે તે ચોથા સ્થાન પર આવી ગઈ હતી. આરસીબી અને કેકેઆર બન્નેના લીગના બીજા રાઉન્ડ બાદ બાદ 14-14 પોઈન્ટ હતા. આરસીબી સારી રનરેટ કારણે ટોપ 4માં સ્થાન બનાવી શકી.