ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે વિતેલા ઘણાં વર્ષોથી પોતાની શાનદાર બોલિંગથી આંતિરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે. પરંતુ મેદાન બહાર આર્ચરની ચર્ચામાં રેહવાનું એક કારણ તેના જૂના ટ્વીટ પણ હોય છે. મોટેભાગે આર્ચરના ટ્વીટને કોઈને કોઈ ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવે છે. બાઇડનની અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ આર્ચરનું છ વર્ષ જૂનું ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે અને લોકો આ ટ્વીટને બાઇડનની જીત સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

આર્ચરે છ વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે જો બાઇડન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. અમેરિકામાં જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે અને હવે તે અમિરાકના 46માં રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા છે.


આર્ચરે ચાર ઓક્ટોબર 2014ના રોજ એક ટ્વીટ કર્યું હતું જેમાં માત્ર એક જ શબ્દ લખ્યો હતો- “જો.” હવે તેને લોકો બાઇડનની જીત સાથે જોડી રહ્યા છે અને આર્ચરની ભવિષ્યવાણી તરીકે જોઈ રહ્યા છે.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ આર્ચરનું એક જૂનું ટ્વીટ વાયરલ થયું હતું. આર્ચરે 2014માં કિંગ્સ ઇલેવન પંજાબના પ્રદર્શનના વખાણને લઈને એક ટ્વીટ કર્યું હતું અને આ સીઝનમાં પણ કેટલાક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની જીત પર આર્ચરનું ટ્વીટ વાયરલ થવા લાગ્યું હતું.