નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટ ટૂર્નામેન્ટો રદ્દ થવાનો સિલસિલો યથાવત છે. કૉવિડ-19 ના ખતરાને ધ્યાનમાં રાખીને યુરો ટી20 સ્લેમને 2021 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.


યુરો ટી20 સ્લેમની પહેલી સિઝન આ વર્ષે રમાવવાની હતી. લીગના આયોજકો, ફાઇનાન્સિયલ સ્પૉન્સર, આયરલેન્ડ, સ્કૉટલેન્ડ, નેધરલેન્ડના ક્રિકેટ બોર્ડની વચ્ચે આને 2020માં કરાવવાને લઇને સકારાત્મક વાતચીત ચાલી રહી હતી, પરંતુ ઘણી કોશિશો બાદ આયોજન સંભવ ના થઇ શક્યું. કૉવિડ-19 સાથે જોડાયેલી અનિશ્ચિતતા, આંતરરાષ્ટ્રીય અવરજવર, ક્વૉરન્ટાઇની જરૂરિયાતો અને દર્શકોને મેદાનમાં આવવાને લઇને અસમંજસના કારણે બોર્ડે આને નેક્સ્ટ યર સુધી ટાળવાનો નિર્ણય લીધો છે.

આયરલેન્ડ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી વારેન ડ્યૂટરૉમે કહ્યું- અમે ટૂર્નામેન્ટ આયોજિત કરાવવા અંગે છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈકલ્પિક ઉપાયો પર ચર્ચા કરી. અમે એક જ મેચ સ્થળ, ઓછી ટીમો, ઓછા ખેલાડીઓ, નાની ટૂર્નામેન્ટ વગેરે પર ચર્ચા કરી, પણ અમને લાગ્યુ કે આ બધુ ઠીક નહીં બેસે, અમને લાગ્યુ આયોજિત કરાવવાનો નિર્ણય જેટલો મોડો લેશુ તેટલો સારો મોકો મળશે.



તેને આગળ કહ્યું- અમારી પાસે રસ્તો નથી બચ્યો, ખાસ કરીને જ્યારે આયરલેન્ડ સરકારે 10 ઓગસ્ટ સુધી પાબંદી લંબાવી દીધી છે,અને સ્લેમ બોર્ડે ફેંસલો કર્યો છે કે કોરોના વાયરસને લઇને અનિશ્ચિતતાને જોતા આ ટૂર્નામેન્ટ 2020માં શરૂ નહીં થઇ શકે. જોકે, આ બીજીવાર થયુ છે જ્યારે યુરો ટી20 સ્લેમ સ્થગિત કરવામાં આવી હોય. યુરો ટી20 ગયા વર્ષે ઓગસ્ટમાં શરૂ થવાની હતી, પણ અન્ય કારણોસર 2020 સુથી સ્થગિત કરી દેવામાં આવી હતી.