ઈમરાન તાહિરે જિયો સુપરને જણાવ્યું, હું લાહોરમાં ક્રિકેટ રમતો હતો. આજે જે કંઈ છું તેના કારણે જ છું. હું પ્રારંભિક ક્રિકેટ ત્યાં રમ્યો હતો, પરંતુ મોકો નહોતો મળ્યો. જેનો મને વસવસો છે.
તેણે કહ્યું, પાકિસ્તાન છોડવું મુશ્કેલ હતું પરંતુ ઈશ્વરની કૃપા મારા પર બની રહી અને દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો. 2011 વર્લ્ડકપ ઉપરાંત તાહિરે દક્ષિણ આફ્રિકા તરફથી 2015નો વર્લ્ડકપ, 2014 અને 2016નો ટી-20 વર્લ્ડકપ રમ્યો છે. તેણે ગત વર્ષે આઈસીસી વર્લ્ડકપ બાદ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
દક્ષિણ આફ્રિકા જતા પહેલા 41 વર્ષીય તાહિર પાકિસ્તાન અંડર-19 અને પાકિસ્તાન એ ટીમ તરફથી રમ્યો હતો. તેણે કહ્યું, મારી પત્નીના કહેવા પર દક્ષિણ આફ્રિકા ગયો. દેશમાં ચાર વર્ષ રહ્યા બાદ કાનૂનનું પાલન કર્યું, જે બાદ દક્ષિણ આફ્રિકા તરફથી રમવા લાયક બન્યો.
ઈમરાન તાહિરે દક્ષિણ આફ્રિકા તરફથી 20 ટેસ્ટમાં 57 વિકેટ, 107 વન ડેમાં 173 વિકેટ અને 38 ટી-20માં 63 વિકેટ ઝડપી છે.