દેશમાં આવનારા કેટલાક દિવસોમાં 6 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. બંગાળમાં થનાર ચૂંટણી પર લોકોની ખાસ નજર છે. એક બાજુ મમતા સરકાર સત્તા જાળવી રાખવાનો ગાવો કરી રહી છે તો બીજી બાજુ ભાજપ સરકાર બદલવાની વાત કરી પોતાની જીતનો દાવો કરી રહ્યું છે.
જ્યારે હવે જે અટકળો છે તે એ છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાઈ શકે છે. એબીપી ન્યૂઝના સંવાદદાતાએ દાદા સાથે વાત કરી અને અનેક સવાલ કર્યા પરંતુ તે ખુલીને વાત કરવાથી બચતા રહ્યા છે. સંવાદદાતાએ સવાલ કર્યો કે તેમની રાજનીતિને લઈને આગળ શું યોજના છે જેના પર જવાબ આપતા ગાંગુલીએ કહ્યું કે, “મારી પાસે તેનો હાલમાં કોઈ જવાબ નથી.”
જ્યારે સંવાદદાતાએ પૂછ્યું કે, અહીં તો 294 ચેઝ કરવાના હશે જેના પર તેમણે જવાબ આપતા કહ્યું કે, “હવે એ તો લોકો જ કહેશે.” સૌરવ ગાંગુલી સવાલોના સ્પષ્ટ જવાબ આપવાથી બચતા રહ્યા પરંતુ એ વાતની પૂરી આશા છે કે તે ટૂંકમાં જ આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે.
તમને જણાવીએ કે, 2 જાન્યુઆરીએ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને થોડા જ દિવસમાં ઠીક થઈને પોતાના ઘરે પરત ફર્યા હતા. બીજી બાજુ અહેવાલ એવા આવ્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ સતત સૌરવ ગાંગુલીના પત્ની સાથે ગાંગુલીના સ્વાસ્થ્યને લઈને સંપર્કમાં હતા. તે સતત સૌરવના સ્વાસ્થ્યની જાણકારી મેળવી રહ્યા હતા. જેને લઈને સૌરવની પત્નીએ તેમનો આભાર પણ માન્યો હતો.