કેપ્ટન જેસન હૉલ્ડરે વાનનિનડુડુ હસસંગાની ઓવરમાં છગ્ગાની મદદથી સાત લીધા, હવે છેલ્લી બે ઓવરમાં 20 રનની જરૂર હતી. એલને 19મી ઓવરમાં અકિલા ધનંજયના બૉલ પર ત્રણ છગ્ગા ફટકાર્યા. આની સાથ જે વેસ્ટ ઇન્ડિઝે મેચ અને સીરીઝ પર કબજો જમાવી દીધો હતો.
ફેબિયન એલનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. તેને 6 બૉલમાં 21 રન બનાવ્યા, અને બૉલિંગમાં 13 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી.
ટૉસ જીત્યા બાદ શ્રીલંકાએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, સીરીઝમાં સતત ત્રીજી વાર તેમને ટૉસ જીત્યો. શ્રીલંકાના ટૉપ ઓર્ડર રન ના બનાવી શક્યા અને આનુ પરિણામ એ આવ્યુ કે ટીમ મોટો સ્કૉર ના બનાવી શકી. દિનેશ ચંડીમલ અને અશન બંડેરાની 63 બૉલમાં 85 રનની પાર્ટનરશીપની મદદથી શ્રીલંકાએ 131નો સ્કૉર બનાવ્યો હતો. ચંડીમલે અણનમ 54 અને બંડેરાએ 44 રન બનાવ્યા હતા.