દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ડુ પ્લેસીસે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. પાકિસ્તાન સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ ડુ પ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. જો કે ડુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકા તરફથી વનડે અને ટી 20 મેચ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય ડુ પ્લેસિસ પહેલાની જેમ આઇપીએલમાં રમતા જોવા મળશે.


ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા દ્વારા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાની જાણકારી આપી હતી. તેણે લખ્યું કે, મેં નિર્ણય હૃદયપૂર્વક લીધો છે. જીવનમાં નવો અધ્યાય શરૂ કરવાનો સમય આવી ગયો છે.



તાજેતરમાં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. જેના કારણે તેણ વ્યથીત થઈ નિવૃત્તિની જાહેરાત કરી છે. ડુપ્લેસિસે 69 ટેસ્ટમાં 40ની સરેરાશથી 4163 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 10 સદી અને 21 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે.