ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન કોચ સંજય બાંગરે પણ ડુ પ્લેસિસનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, “ધોનીએ 2011 બાદ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ ચાલુ રાખી. ધોનીને ખબર હતી કે હવે બધું પહેલા જેવું નહીં રહે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્સન બાદ ધોનીનો વિકલ્પ અમારી પાસે ન હતો. પરંતુ જ્યારે વિરાટે સારું પ્રદર્શન કર્યું તો ધોનીને ટેસ્ટ મેચની કેપ્ટનશીપ છોડી દીધી.”
સંજય બાંગરે આગળ કહ્યું કે, “જેવું હું સમજુ એ અનુસાર તો હું કહી શકું કે આગામી સીઝનમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ભાગ લે અને કેપ્ટનશીપ છોડી દે. ડુ પ્લેસિસ ટીમની કમાન મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શેક છે.”
પૂર્વ બેટ્સમેન કોચનું માનવું છે કે હાલમાં સીએસકેની પાસે કેપ્ટનને લઈને વધારે વિકલ્પ નથી. તેમણે કહ્યું, “હાલમાં વાત કરીએ તો સીએસકેની પાસે કેપ્ટન તરીકે વિકલ્પ નથી. કોઈપણ ટીમ એવા ખેલાડીને છોડવા તૈયાર નથી જે સીએસકેનો કેપ્ટન બની શકે.”