વિનિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનુ મેનેજમેન્ટ વિચારી રહ્યું છે કે ટીમમાં વધુ સમય માટે યુવાઓને તક આપવી જોઇએ. ખાસ કરીને સ્ક્વૉડમાં મોટા ફેરફાર કરવામાં આવશે. મેનેજમેન્ટનુ કહેવુ છે કે તે ત્રણ સ્ટાર ખેલાડીઓને છુટા કરશે.
રિપોર્ટ પ્રમાણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રણ ખેલાડીઓને છુટા કરવાની વાત કરી રહી છે, તેમાં પહેલા નંબરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર નાથન કુલ્ટર નાઇલ છે, બીજા નંબર પર શેરફેન રુથરફોર્ડનુ નામ છે, જેને દિલ્હી કેપિટલ્સના મયંક માર્કન્ડે સાથે એક્સચેન્જ કરાયો હતો, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર મિશેલ મેક્લાઘનનુ નામ છે. મેક્લાઘન મુંબઇનો સીનિયર ફાસ્ટ બૉલર છે.