Fastest T20 Hundred:  ટી-20 ક્રિકેટમાં તોફાની સદી ફટકારી રહી છે. અત્યાર સુધી પ્રોફેશનલ ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે હતો, જેણે IPL 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા માત્ર 30 બોલમાં સદી પૂરી કરી હતી. હવે એસ્ટોનિયા તરફથી રમતા ભારતીય મૂળના ખેલાડી સાહિલ ચૌહાણે (Sahil Chauhan)  માત્ર 27 બોલમાં સદી પૂરી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ દિવસોમાં એસ્ટોનિયા સાઇપ્રસના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે 6 T20 મેચ રમાવાની છે. અત્યાર સુધી એસ્ટોનિયાએ શ્રેણીની બંને મેચ જીતી છે.






ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો


ક્રિસ ગેઇલે ટી20 ક્રિકેટમાં 30 બોલમાં સદી ફટકારી છે. હવે 17 જૂને ટી20 સીરિઝની બીજી મેચ એસ્ટોનિયા અને સાઇપ્રસ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યજમાન સાઇપ્રસે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં એસ્ટોનિયાની પ્રથમ 2 વિકેટ માત્ર 9 રનમાં પડી ગઈ હતી. ત્યારબાદ સાહિલ ચૌહાણ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો.  ચૌહાણે માત્ર 27 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને સમગ્ર મેચમાં તેણે 41 બોલમાં 144 રનની તોફાની ઇનિંગ રમી હતી. 144 રન કરતી વખતે તેણે 18 સિક્સ અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ નામિબિયાના જેન નિકોલના નામે હતો. તેણે 2024માં નેપાળ સામેની મેચમાં 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.


T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીનું નામ ઋષભ પંત છે. પંતે 2018માં પોતાની ઘરેલુ કારકિર્દી દરમિયાન દિલ્હી તરફથી રમતા હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડીનું નામ રોહિત શર્મા છે. રોહિતે 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.