ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે તાજેતરમાંથી ક્રિકેટમાંથી સંન્યાસ કરી છે. ત્યાં હવે ભારતના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બિપુલ શર્માએ રવિવારે ઘરેલુ ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી. પંજાબના અમૃતસરમાં જન્મેલા આ ઓલરાઉન્ડરને ક્યારેય ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળી નથી. તેણે 59 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં તેણે 8 સદી, 17 અડધી સદી સાથે 3012 રન બનાવ્યા અને 126 વિકેટ પણ લીધી. બિપુલે વર્ષ 2005માં પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.


બિપુલ શર્મા હવે અમેરિકા જશે અને યુએસએ ક્રિકેટમાં જોડાશે. તેણે આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ માટે પણ રમ્યો હતો. તેણે લખ્યું, '25 વર્ષ, વિશ્વાસ નથી કરી શકતો કે હું આટલા લાંબા સમયથી રમી રહ્યો છું. આખરે એ રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જેને મેં આખી જિંદગી પ્રેમ કર્યો છે. આ પ્રવાસમાં દરેકનો આભાર, મારો પરિવાર, માતા, કાકા, પત્ની કે જેઓ હંમેશા મારી સાથે ઉભા રહ્યા.






બિપુલને 2010ની સિઝનમાં પંજાબ કિંગ્સ દ્વારા લેવામાં આવ્યો હતો, ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઇઝીમાં 4 વર્ષ વિતાવ્યા હતા પરંતુ બેકઅપ ખેલાડી તરીકે. કુલ મળીને તેણે આ ફ્રેન્ચાઈઝી માટે માત્ર 15 મેચ રમી હતી. બાદમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી જેને ઈજાગ્રસ્ત લક્ષ્મી શુક્લાના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. તેણે હૈદરાબાદની IPL 2016ની ટાઇટલ વિજેતા સિઝનની તમામ 3 નોકઆઉટ મેચ રમી હતી. નોંધનીય છે કે, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ફાઇનલમાં એબી ડી વિલિયર્સની કિંમતી વિકેટ લીધી હતી.