લખનઉઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ટી20 સીરીઝ શરૂ થવા જઇ રહી છે. બન્ને ટીમો આજે સાંજે 7 વાગે લખનઉમાં મેદાનમાં આમને સામને થશે. ટીમ ઇન્ડિયાની કોશિશ હશે કે મેચમાં જીતીને ઘરેલુ મેદાનો પર શ્રીલંકા વિરુદ્ધ પોતોનો 6 વર્ષનો વિનિંગ ટ્રેક યથાવત રાખવાની ટીમ ઇન્ડિયા છેલ્લા 6 વર્ષથી ઘરેલુ મેદાનો પર શ્રીલંકા વિરુદ્ધ એકપણ મેચ નથી હારી. છેલ્લીવાર શ્રીલંકાએ 2016 માં અહીં ટીમ ઇન્ડિયાને હરાવ્યુ હતુ, ત્યારથી લઇને અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાં શ્રીલંકાને જીત નથી મળી શકી.  


આવો છે ઓવરઓલ રેકોર્ડ-
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી 22 ટી20 મેચો રમાઈ ચૂકી છે. આમાં ભારતે 14 મેચમાં જીત મેળવી છે, તો શ્રીલંકા ટીમે 7 મેચો પોતાના નામે કરી છે. એક મેચ ટાઇ રહી છે. આ 22માંથી 11 મેચો ભારતીય મેદાનો પર રમાઇ છે. આ 11માંથી શ્રીલંકાને માત્ર 2 મેચોમાં જ જીત મળી છે. 


ગઇ સીરીઝમાં ભારતને મળી હતી હાર-
ભારત-શ્રીલંકાની વચ્ચે છેલ્લી ટી20 સીરીઝ જુલાઇ 2021માં રમાઇ હતી. આ સીરીઝમાં ત્રણ મેચો કોલંબોમાં રમાઇ હતી. ભારતીય ટીમે 1-0ની લીડ મેળવ્યા બાદ આ સીરીઝ 2-1થી ગુમાવી દીધી હતી. ટીમ ઇન્ડિયાની હવે કોશિશ એ રહેશે કે આ સીરીઝનો બદલો લઇને સીરીઝ પર કબજો જમાવવાનો.


આ પણ વાંચો-


IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?


રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો


સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી


માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ


Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર


Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી