નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે ચેન્નાઇમાં ગુરુવાર હરાજી થઇ. કુલ 292 ખેલાડીઓમાંથી 57 ખેલાડીઓ એવા હતા, જેને કોઇપણ ટીમમાં જગ્યા નથી મળી. વળી આ 57 ખેલાડીઓમાં 22 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે.

વિદેશી ખેલાડીઓમાંથી એક ક્રિસ મૉરિસે આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ મોંઘો ખેલાડી બન્યો. તેને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો. વળી ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર કાઇલી જેમીસન અને ગ્લેન મેક્સવેલ પણ આ સિઝનમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા. વાત કરીએ ઇન્ડિયન પ્લેયર્સની તો ચેતેશ્વર પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, જ્યારે કૃષ્ણપ્પા ગૌતમને પણ ચેન્નાઇની ટીમે 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

આ સિઝનની હરાજીમાં ફાસ્ટ બૉલરોની બોલબાલા રહી. દક્ષિણ આફ્રિકાના ક્રિસ મૉરિસને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો, વળી રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બૉલર કાઇલી જેમીસનને 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો. સાથે જ આરસીબીએ જ ગ્લેન મેક્સવેલને 14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો, તમામ ટીમોએ કુલ મળીને 57 ખેલાડીઓને ખરીદ્યા.