MS Dhoni in London: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ તેની ફેન ફોલોઈંગ હજુ પણ અકબંધ છે. ધોનીનો ક્રેઝ ભારતમાં જ નહીં વિદેશમાં પણ કાયમ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે આનો આસાનીથી અંદાજ લગાવી શકો છો.


 






વાસ્તવમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની લંડનના રસ્તાઓ પર ફરતો જોવા મળી રહ્યો છે અને તેની સાથે ઘણા ફેન્સ પણ તેને ફોલો કરી રહ્યા છે. આ ફેન્સ ધોની સાથે સેલ્ફી લેવા માટે પાછળ પાછળ દોડતા જોવા મળે છે. આ વીડિયોમાં કેટલાક લોકો ધોની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે ધોની હાલમાં લંડનમાં જ છે. તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં પણ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. બીસીસીઆઈએ તેની તસવીરો પણ શરે કરી હતી, જેમાં તે ભારતના યુવા ખેલાડીઓ અને સ્ટાફ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.


ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ધોનીના નામે વનડેમાં 10 હજારથી વધુ રન છે. તેની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમની કપ્તાનીમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ, વન ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવા ટાઇટલ જીત્યા હતા. હાલમાં ધોની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.


આ પણ વાંચો...


Vidya Balan Education: 'પરિણીતા'થી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી વિદ્યા બાલને શું કર્યો છે અભ્યાસ ? જાણો તેના વિશે


CRIME NEWS : બે માસુમ દિકરી અને પત્નીને ગોળી મારી વેપારીએ પોતે પણ કરી આત્મહત્યા, ઘટનાથી ખળભળાટ


CRIME NEWS : 8 વર્ષમાં પ્રેમીએ 14 વાર કરાવ્યો ગર્ભપાત, લિવઈનમાં રહેતી મહિલાએ કરી આત્મહત્યા


તિસ્તા સેતલવાડ કેસમાં મોટો ખુલાસો, તિસ્તાએ કોંગ્રેસ પ્રમુખના સલાહકાર પાસેથી બે વાર લાખો રૂપિયા લીધાનો SITનો દાવો