Pragyan Ojha Team India: ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટની સરખામણીમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ ઓઝાની આ ટિપ્પણી સામે આવી હતી. મંગળવારથી શરૂ થનારી વનડેમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામસામે ટકરાશે. ECB અનુસાર, સ્ટોક્સ 104 વન ડે રમી ચુક્યો છે અને ઘરઆંગણે તેની વન ડે કરિયરનો અંત આવશે.
ઓઝાએ કહ્યું, અમે ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને ચિંતિત હતા, પરંતુ હવે વનડેનું ભવિષ્ય અનિશ્ચિત લાગે છે. ભવિષ્યમાં આપણે ઘણા ક્રિકેટરોને આ ફોર્મેટમાંથી નિવૃત્ત થતા જોઈશું. સ્ટોક્સની વાત કરીએ તો, લોર્ડ્સમાં 2019 આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં તેના 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટોક્સના અણનમ 84 રનોએ મેચને સુપર ઓવરમાં મોકલવામાં મદદ કરી, ઇંગ્લેન્ડને સૌથી રોમાંચક પરિસ્થિતિઓમાં તેમનું પ્રથમ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી.
ટેસ્ટ અને T20 ફોર્મેટમાં ધ્યાન આપીશઃ સ્ટોક્સ
બેન સ્ટોક્સે આગળ કહ્યું કે, "અહિંયા સુધી પહોંચવાનો નિર્ણય ઘણો મુશ્કેલી ભર્યો હતો. પરંતુ મેં આ ફોર્મટમાં મારું 100 ટકા પ્રદર્શન નથી આપી રહ્યો. ઈંગ્લેન્ડની જર્સી આ પ્રદર્શનથી વધુ સારું ડિઝર્વ કરે છે. આ ફોર્મેટ મારા માટે નથી રહ્યું. મારું શરીર પણ મારો સાથ નથી આપી રહ્યું. મને લાગે છે કે, હું કોઈ બીજા ખેલાડીનું સ્થાન લઈ રહ્યો છું. આ આગળ વધવાનો સમય છે."
બેન સ્ટોક્સ હવે સંપુર્ણ ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં લગાવશે. સ્ટોક્સે આગળ કહ્યું કે, "મારી પાસે જે પણ સમય છે તે હવે હું ટેસ્ટ ક્રિકેટને જ આપીશ. આ સાથે મને લાગે છે કે, હું ટી20 ક્રિકેટ ઉપર પણ ધ્યાન લગાવી શકુ છું."ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સે ઓગસ્ટ 2011માં આયરલેન્ડ સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. આ પછી તેણે 104 મેચમાં 2919 રન બનાવ્યા છે. આ દરમિયાન સ્ટોક્સે 3 સદી અને 21 અડધી સદી ફટકારી હતી. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લઈને પોતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન આપ્યું છે. સ્ટોક્સનું વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ રહ્યું છે.
તો બીજી તરફ પ્રજ્ઞાન ઓઝાએ ભારતીય ટીમ માટે 24 ટેસ્ટ મેચમાં 113 વિકેટ ઝડપી છે. જ્યારે તેણે 18 વનડેમાં 21 વિકેટ ઝડપી છે. પ્રજ્ઞાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી નથી રહી. તેણે 6 ઇન્ટરનેશનલ ટી20 મેચ પણ રમી છે. ઓઝાએ આ ફોર્મેટમાં 6 વિકેટ લીધી છે.