Cricket Security: ટીમ ઇન્ડિયના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષામાં વધારો થયો છે. ગાંગુલીની સુરક્ષાને વધારીને 'Z' કેટેગરીની કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારે આ દિગ્ગજ ક્રિકેટરની સુરક્ષાને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતની જાણકારી એક વરિષ્ઠ અધિકારીએ આપી છે. અગાઉ સૌરવ ગાંગુલી પાસે 'Y' કેટેગરીની સુરક્ષા હતી, અને તેની મુદત પુરી થયા બાદ મંગળવારે તેને અપગ્રેડ કરીને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૌરવ ગાંગુલી અંગે માહિતી આપતા માહિતી અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ હતુ કે, 'સૌરવ ગાંગુલીને આપવામાં આવેલી સુરક્ષાનો સમયગાળો પુરો થઈ ગયો છે. આથી પ્રૉટોકોલ પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી, અને તેને 'Z' કેટેગરીમાં અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૌરવ ગાંગુલીને Z કેટેગરીની સિક્યૂરિટીનો ફેંસલો -
પશ્ચિમ બંગાળ સરકારે એક સમીક્ષા બેઠક યોજી હતી અને નિર્ણય લીધો હતો કે BCCIના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને હવે Z કેટેગરીની સુરક્ષા મળશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. અગાઉ સૌરવ ગાંગુલી પાસે 'Y' કેટેગરીની સુરક્ષા હતી, જેને હવે વધારી દેવામાં આવી છે.
નવી સુરક્ષા વ્યવસ્થા મુજબ, પૂર્વ ક્રિકેટરને હવે 8 થી 10 પોલીસકર્મીઓની સુરક્ષા ઘેરો રહેશે. જ્યારે 'Z' કેટેગરી હેઠળ ગાંગુલીના સુરક્ષા કવચમાં સ્પેશ્યલ બ્રાન્ચના ત્રણ પોલીસકર્મીઓ અને તેના બેહાલા સ્થાન પર સમાન સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થશે. નિવાસસ્થાનની સુરક્ષા માટે ઉપયોગ થાય છે. રાજ્ય સચિવાલયના પ્રતિનિધિઓ મંગળવારે ગાંગુલીની બેહાલા ઓફિસ પહોંચ્યા, જ્યાં તેઓએ કોલકતા પોલીસ હેડક્વાર્ટર લાલબજાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરી. અધિકારીએ કહ્યું, “ગાંગુલી હાલમાં તેની IPL ક્રિકેટ ટીમ દિલ્હી કેપિટલ્સમાં વ્યસ્ત છે અને પ્રવાસ કરી રહ્યો છે. તે 21 મેના રોજ કોલકતા પરત ફરશે. તે જ દિવસથી તેમને 'Z' કેટેગરીની સુરક્ષા મળવાનું શરૂ થઈ જશે.
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય સચિવ અભિષેક બેનર્જીને 'Z+' શ્રેણીની સુરક્ષા મળી રહી છે, જ્યારે ફરહાદ હકીમ અને મોલૉય ઘટક જેવા રાજ્ય સરકારના મંત્રીઓને 'Z' કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવેલી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજુમદારને પણ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના કર્મચારીઓ સાથે 'Z પ્લસ' કેટેગરીની સુરક્ષા મળી છે.
50 વર્ષીય સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમી છે. તેને બંને ફોર્મેટમાં કુલ 38 સદી ફટકારી હતી. તેને ટેસ્ટ ક્રિકેટમાં 7,212 રન બનાવ્યા, વળી, તેને ODI ફોર્મેટમાં 11,363 રન બનાવ્યા છે.