Mitchell Marsh: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શનો આજે જન્મદિવસ છે. માર્શ પોતાના જન્મદિવસ પર વર્લ્ડ કપમાં રમતી વખતે પાકિસ્તાન સામે સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. તેણે 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની આ સદી વધુ ખાસ બની છે કારણ કે તેણે તેના જન્મદિવસ પર સદી ફટકારી છે. મિશેલ માર્શે ડેવિડ વોર્નર સાથે મળીને પાકિસ્તાન સામે પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી. મિશેલ માર્શ પોતાના જન્મદિવસ પર સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે, જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપમાં આવું કરનાર તે બીજા બેટ્સમેન છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના રોસ ટેલરના નામે હતો. ટેલરે 2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી.
અગાઉ વિનોદ કાંબલીએ 1993માં પોતાના જન્મદિવસ પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન-ડેમાં સદી ફટકારી હતી. આ તેનો 21મો જન્મદિવસ હતો. 1998માં સચિન તેંડુલકરે શારજાહમાં ઓસ્ટ્રેલિયા સામે 134 રનની ઇનિંગ રમી હતી જે તેનો 25મો જન્મદિવસ હતો.
આ યાદીમાં ત્રીજા નંબર પર રોસ ટેલર છે, જેણે 2011માં પોતાના 27માં જન્મદિવસે પાકિસ્તાન સામે 131 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર સનથ જયસૂર્યા છે, જેણે પોતાના 39માં જન્મદિવસે બાંગ્લાદેશ સામે 130 રન બનાવ્યા હતા. 2022 માં ટોમ લાથમે તેના 30માં જન્મદિવસ પર નેધરલેન્ડ સામે 140 રનની ઇનિંગ રમી હતી. તેના 32માં જન્મદિવસ પર મિશેલ માર્શે વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન સામે 121 રન બનાવ્યા હતા.
પોતાના જન્મદિવસ પર વન-ડેમાં સદી ફટકારનાર ખેલાડીઓ
100* - વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, જયપુર 1993
134 - સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, શારજાહ, 1998
130 - સનથ જયસૂર્યા વિરુદ્ધ બાંગ્લાદેશ, કરાચી, 2008
131* - રોસ ટેલર વિરુદ્ધ પાકિસ્તાન, પલ્લેકેલે, 2011
140* - ટોમ લાથમ વિરુદ્ધ નેધરલેન્ડ હેમિલ્ટન, 2022
121 - મિશેલ માર્શ વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ, 2023