icc u19 world cup: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 માટેનું સત્તાવાર સમયપત્રક (Schedule) જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટનો પ્રારંભ 15 જાન્યુઆરીના રોજ થશે, જેમાં ઉદ્ઘાટન મેચમાં જ ભારતીય અંડર-19 ટીમ અમેરિકા (USA) ની યુવા ટીમ સામે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને કુલ 16 ટીમો વિશ્વ વિજેતા બનવા માટે એકબીજા સામે ટકરાશે. ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વર્લ્ડ કપની ફાઈનલ મેચ 6 ફેબ્રુઆરીના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે.
16 ટીમો વચ્ચે જામશે ખરાખરીનો જંગ
U19 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેનારી 16 ટીમોને ચાર અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર-ચાર ટીમોનો સમાવેશ થાય છે. ભારતીય ટીમનો સમાવેશ 'ગ્રુપ A' માં કરવામાં આવ્યો છે.
ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, USA, ન્યુઝીલેન્ડ.
ગ્રુપ B: પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ.
ગ્રુપ C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, જાપાન.
ગ્રુપ D: દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, તાંઝાનિયા.
ટુર્નામેન્ટનું સંપૂર્ણ સમયપત્રક
ICC પુરુષોની અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપનું સમયપત્રક
૧૫ જાન્યુઆરી, યુએસએ વિરુદ્ધ ભારત, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૧૫ જાન્યુઆરી, ઝિમ્બાબ્વે વિરુદ્ધ સ્કોટલેન્ડ, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૧૫ જાન્યુઆરી, તાંઝાનિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, એચપી ઓવલ, વિન્ડહોક
૧૬ જાન્યુઆરી, પાકિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૧૬ જાન્યુઆરી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આયર્લેન્ડ, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૧૬ જાન્યુઆરી, અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, એચપી ઓવલ, વિન્ડહોક
૧૭ જાન્યુઆરી, ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૧૭ જાન્યુઆરી, જાપાન વિરુદ્ધ શ્રીલંકા, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૧૮ જાન્યુઆરી, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ યુએસએ, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૧૮ જાન્યુઆરી, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૧૮ જાન્યુઆરી, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અફઘાનિસ્તાન, એચપી ઓવલ, વિન્ડહોક
૧૯ જાન્યુઆરી, પાકિસ્તાન વિરુદ્ધ સ્કોટલેન્ડ, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૧૯ જાન્યુઆરી, શ્રીલંકા વિરુદ્ધ આયર્લેન્ડ, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૧૯ જાન્યુઆરી, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તાંઝાનિયા, એચપી ઓવલ, વિન્ડહોક
૨૦ જાન્યુઆરી, બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૨૦ જાન્યુઆરી, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જાપાન, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૨૧ જાન્યુઆરી, ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૨૧ જાન્યુઆરી, અફઘાનિસ્તાન વિરુદ્ધ તાંઝાનિયા, એચપી ઓવલ, વિન્ડહોક
૨૨ જાન્યુઆરી, ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાકિસ્તાન, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૨૨ જાન્યુઆરી, આયર્લેન્ડ વિરુદ્ધ જાપાન, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૨૨ જાન્યુઆરી, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, એચપી ઓવલ, વિન્ડહોક
૨૩ જાન્યુઆરી, બાંગ્લાદેશ વિરુદ્ધ યુએસએ, તાકાશિંગા સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૨૩ જાન્યુઆરી, શ્રીલંકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૨૪ જાન્યુઆરી, ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૨૪ જાન્યુઆરી, એ૪ વિરુદ્ધ ડી૪, એચપી ઓવલ, વિન્ડહોક
૨૫ જાન્યુઆરી, સુપર સિક્સ એ૧ વિરુદ્ધ ડી૩, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૨૫ જાન્યુઆરી, સુપર સિક્સ ડી૨ વિરુદ્ધ એ૩, એચપી ઓવલ, વિન્ડહોક
૨૬ જાન્યુઆરી, બી૪ વિરુદ્ધ સી૪, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૨૬ જાન્યુઆરી, સુપર સિક્સ સી૧ વિરુદ્ધ બી૨, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૨૬ જાન્યુઆરી, સુપર સિક્સ ડી૧ વિરુદ્ધ એ૨, નામિબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, વિન્ડહોક
૨૭ જાન્યુઆરી, સુપર સિક્સ સી૨ વિરુદ્ધ બી૩, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૨૭ જાન્યુઆરી, સુપર સિક્સ સી૩ વિરુદ્ધ બી૧, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૨૮ જાન્યુઆરી, સુપર સિક્સ એ૧ વિરુદ્ધ ડી૨, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૨૯ જાન્યુઆરી, સુપર સિક્સ ડી૩ વિરુદ્ધ એ૨, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૩૦ જાન્યુઆરી, સુપર સિક્સ ડી૧ વિરુદ્ધ એ૩, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૩૦ જાન્યુઆરી, સુપર સિક્સ બી૩ વિરુદ્ધ સી૧, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૧ જાન્યુઆરી, સુપર સિક્સ B2 વિરુદ્ધ C3, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૧ ફેબ્રુઆરી, સુપર સિક્સ B1 વિરુદ્ધ C2, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૩ ફેબ્રુઆરી, પ્રથમ સેમિફાઇનલ, ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ, બુલાવાયો
૪ ફેબ્રુઆરી, બીજી સેમિફાઇનલ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે
૬ ફેબ્રુઆરી, ફાઇનલ, હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે.