India vs Australia, Funny Memes Viral:  વર્લ્ડકપની ફાઈનલ મેચ આજે એટલે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમની જીત માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ સાથે સોશ્યલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. લોકો મીમ્સ દ્વારા ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો વળી બીજીબાજુ કાંગારુ ટીમને જોરદાર મજાક પણ ઉડાવી રહ્યાં છે. 


આશુતોષ શ્રીવાસ્તવ નામના યૂઝરે લખ્યું કે, 'કેપ્ટ રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયા અમદાવાદની પીચ પર વર્લ્ડકપ ફાઈનલની તૈયારી કરી રહી છે. લીડર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ. આશા છે કે વિજેતા ભારત હશે.






મોના નામની યૂઝરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારનો નજારો દર્શાવતો વીડિયો શેર કર્યો છે.






અહીં કેટલાક અન્ય મીમ્સ પણ જુઓ....














-


5 ઓક્ટોબરે શરૂ થયો હતો વર્લ્ડકપ 
તમને જણાવી દઈએ કે ભારત દ્વારા યોજવામાં આવેલો આ વર્લ્ડકપ 2023 ગઇ 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. તે દિવસે પણ ગૂગલે ડૂડલ બનાવીને તેની ઉજવણી કરી હતી. 10 ટીમોની આ ટૂર્નામેન્ટ ખૂબ જ રોમાંચક રહી છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પણ અહીં રમાઈ રહી છે. વર્લ્ડકપની શરૂઆત 1975માં શરૂ થઈ હતી અને 2023 આ ટૂર્નામેન્ટની 13મી એડિશન છે. વર્લ્ડકપમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પર છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સેંકડો વીઆઈપીઓ પહોંચશે.