World Cup Final 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવાની છે. ગ્રાઉન્ડ પર એક લાખથી વધુ દર્શકો મેચ નિહાળશે. વળી, 5 કરોડથી વધુ લોકો ડિજિટલ માધ્યમથી કનેક્ટ થવાની અપેક્ષા છે. ભારત માટે આ એક મોટી મેચ છે અને આ મેચ જોવા માટે ખુબ જ મોટી હસ્તીઓ આવી રહી છે. મેચ પહેલા અનેક પ્રકારના ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.


ખાસ વાત છે કે, તમે ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર જોયું હશે કે જ્યારે ખેલાડીઓ ફિલ્ડ એમ્પાયરના નિર્ણયથી સંતુષ્ટ ના હોય અથવા એમ્પાયર ક્યારેક ખેલાડીના કહેવા પર કોઈ નિર્ણય ના આપે તો ટીમ DRS લે છે. ડીઆરએસ હેઠળ નિર્ણય થર્ડ એમ્પાયર દ્વારા આપવામાં આવે છે, અને તેમાં હૉક-આઈ અને અલ્ટ્રા એજ ટેક્નોલોજીની મદદ લેવામાં આવે છે. આજે અમે તમને ખૂબ જ સરળ શબ્દોમાં જણાવીશું કે આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે. જેઓ DRS નો અર્થ જાણતા નથી તેમના માટે તે ડિસીજન રિવ્યૂ સિસ્ટમ છે જે ફિલ્ડ એમ્પાયરના નિર્ણયને પડકારે છે.


કઇ રીતે કામ કરે છે અલ્ટ્રા એજ ટેકનોલૉજી ?
અલ્ટ્રા-એજ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એમ્પાયર જુઓ છે કે, બૉલ ફેંકવામાં આવ્યા પછી બેટને સ્પર્શ્યો છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવે છે. આ ટેક્નોલોજીમાં સ્ટમ્પની પાછળ એક લેટેસ્ટ માઈક પણ ગોઠવેલું હોય છે જે બેટ્સમેન અને વિકેટકીપરની આસપાસના દરેક નાનામાં નાના અવાજને રેકોર્ડ કરે છે. જો બોલ બેટ અથવા બેટ્સમેનના શરીરને સ્પર્શે છે, તો આ માઈક તરત જ તે અવાજને રેકોર્ડ કરે છે અને પછી અવાજ રદ કરવાની મદદથી તે નકામા અવાજને દૂર કરે છે અને સિસ્ટમમાં સ્પષ્ટ આઉટપુટ પ્રદાન કરે છે જેથી કરીને તે શોધી શકાય. શું ખરેખર બૉલે બેટને સ્પર્શ કર્યો કે નહીં. તેના આધારે એમ્પાયર પોતાનો નિર્ણય આપે છે.




શું છે Hawkeye ટેકનોલૉજી ?
આ ટેક્નોલોજીમાં 6 લેટેસ્ટ કેમેરાની મદદ લેવામાં આવી છે જે જમીનની આસપાસ અવેલેબલ છે. આ કેમેરા બૉલર બૉલ ફેંક્યા પછી તેની હિલચાલને ટ્રેક કરે છે. આ ટેક્નોલોજી ત્રિકોણ સિદ્ધાંત પર કામ કરે છે. સરળ ભાષામાં, કેમેરા બોલની દરેક હિલચાલને કેપ્ચર કરે છે અને પછી એક ખાસ અલ્ગૉરિધમ વડે બોલની મૂવમેન્ટનું 3D સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, જે તેની હિલચાલ વિશે માહિતી આપે છે.


તમે ક્રિકેટ મેચમાં અલ્ટ્રા એજ પછી બૉલ ટ્રેકિંગ શબ્દ વારંવાર સાંભળ્યો હશે. આ બોલ ટ્રેકિંગના આધારે એમ્પાયર એ જોવામાં સક્ષમ છે કે શું બોલ બેટ્સમેનના પેડમાંથી પસાર થશે અને સ્ટમ્પ પર અથડશે કે નહીં.