Gautam Gambhir on Indian Team: ટી20 વર્લ્ડકપ ગુમાવ્યા બાદથી ટીમ ઇન્ડિયાને લઇને એક પછી એક નિવેદનો સામે આવી રહ્યાં છે. હવે ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર ગૌતમ ગંભીરે આ મામલે પણ પોતાનુ મહત્વનુ નિવેદન આપ્યુ છે. ગૌતમ ગંભીરે (Gautam Gambhir) સલાહ આપી છે કે, હવે જુના ખેલાડીઓને બહાર કરો અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવે.


ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની ટી20 સ્ક્વૉડમાં કેટલાક યુવા ખેલાડીઓને સમાવવાની સલાહ આપી છે, ગંભીરે કહ્યું કે, તાજેતરના ટી20 વર્લ્ડકપમાં રોહિત શર્મા, કેએલ રાહુલ જેવા ખેલાડીઓ નિષ્ફળ ગયા, હવે તેમની જગ્યાએ યુવા ખેલાડીઓને સામેલ કરવા જોઇએ.  


ગંભીરે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમાં ઇશાન કિશન, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી અને સંજૂ સેમસનને સમાવવાની વાત કહી છે, તેને કહ્યું કે, આ ચારેય ખેલાડીઓને એકસાથે રમતા જોવા માંગુ છું. 


ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં કહ્યું કે,- હું ઇશાન કિશાન, પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી અને સંજૂ સેમસનને ટી20 ટીમમાં એકસાથે રમતા જોવા માંગુ છું. જોકે, ખાસ વાત છે કે શ્રીલંકા સામેની ટી20 સીરીઝ માટે આ ચારેય ખેલાડીઓમાં પૃથ્વી શૉ સિવાય તમામને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. હવે જોવાનુ એ છે કે આ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે કે નહીં.  


 


T20: સૂર્યકુમાર યાદવની ધમાલ, એક જ વર્ષમાં તોડી નાંખ્યા આટલા બધા રેકોર્ડ, જાણો


IND Vs SA: સાઉથ આફ્રિકા સામે બુધવારે રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચમાં સૂર્યકુમારની ધમાલ જોવા મળી. સૂર્યકુમાર યાદવે શાનદાર અર્ધશતક ફટકારીને બધાનો ચોંકાવી દીધા, તેને મેચ વિનિંગ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ સાથે જ સૂર્યકુમાર (Suryakumar Yadav) એક ખાસ મુકામ પર પહોંચી ગયો હતો. સૂર્યકુમાર ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની ગયો છે. એટલુ જ નહીં સૂર્યકુમાર એક વર્ષમાં ટી20 ઇન્ટરનેશનલમાં કેટલાક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. 


સૂર્યકુમાર યાદવે પોતાની 33 બૉલ પર રમેલી 50 રનની ઇનિંગમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સૂર્યકુમારે પોતાની પોતાના રનની સંખ્યા 732 પહોંચાડી દીધો. આ પહેલા શિખર ધવને વર્ષ 2018માં 689 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર એક વર્ષમાં 700 રન પુરા કરનારો પહેલા ભારતીય બેટ્સમેન બની ગયો છે, તેની સ્ટ્રાઇક રેટ 180 થી વધુની છે અને એવરેજ 40 થી વધુ રહી છે.