Shikhar Dhawan, IND vs SL 2023: બીસીસીઆઇએ તાજેતરમાંજ નવા વર્ષની શરૂઆતમાં રમાનારી શ્રીલંકા સામેની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે, આ ટીમમાં એક મોટો અને ધરખમ ફેરફાર કરવામા આવ્યો છે, અને તે છે શિખર ધવનની બાદબાકી, હવે આ મામલે શિખર ધવનનું દુઃખ છલકાયુ છે, શિખર ધવને હાલમાં પોતાની ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પૉસ્ટ કરીને પોતાને વનડે ટીમમાંથી બહાર કરવા મામલે દુઃખ વ્યક્ત કર્યુ છે. 


શિખર ધવન આ વીડિયો પૉસ્ટમાં એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે, તેને સાથે લખ્યુ છે કે વાત હાર જીતની નથી હોતી, જિગર હોય છે, કામ કરતાં રહે અને બાકી ભગવાનની મરજી પર છોડી દો. 




ઉલ્લેખનીય છે કે, શિખર ધવન છેલ્લા કેટલાય સમયથી માત્ર વનડે ટીમનો જ ભાગ રહ્યો છે. જે સીરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કે કેએલ રાહુલ ના હોય, તે સીરીઝમાં શિખર ધવન જ ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરતો રહ્યો હતો. 






આ પહેલા એવુ માનવામાં આવી રહ્યું હતુ કે ફરી એકવાર વનડે વર્લ્ડકપ 2023માં શિખર ધવન અને રોહિત શર્મા ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ જોડી બની જશે, પરંતુ છેલ્લા થોડાક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહેલા શિખર ધવનને આ વખતે વનડે ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.






શિખર ધવનની વાત કરીએ તો, તેને હાલમાં જ બાંગ્લાદેશ સામે રમાયેલી વનડે સીરીઝમાં 7, 8, 3 રન જ બનાવ્યા હતા, જો તેના વનડે રેકોર્ડને જોઇએ તો તેને 167 વનડે મેચ રમી છે, આમાં તેને લગભગ 44 ની એવરેજથી 6793 રન બનાવ્યા છે, શિખર ધવનના નામે 17 સદી છે. આ ઉપરાંત ટેસ્ટમાં તેની એવરેજ 40ની રહી છે, તેને 34 ટેસ્ટમાં 2 હજારથી વધુ રને તેના નામે રહ્યાં છે.