Gautam Gambhir and MS Dhoni: ટીમ ઇન્ડિયાના 2011 વર્લ્ડકપ ચેમ્પીયન બનવાના કિસ્સાઓ અને કહાણીઓ હજુ પણ એક પછી એક સામે આવી રહી છે. તે દરમિયાન ટીમની સ્ક્વૉડમાં સામેલ ખેલાડી અને સ્ટાફ પોતા પોતાની કહાણીઓ સમયાંતરે દર્શકોની વચ્ચે સંભળાવતા રહે છે. હવે આ કડીમાં સ્ટાર બેટ્સમેન ગૌતમ ગંભીરે પોતાનો એક અનોખો કિસ્સો શેર કર્યો છે જે ફાઇનલ મેચ અને કેપ્ટન મહેન્દ્ર સિંહે ધોની સાથે જોડાયેલો છે.
તે સમયે ટીમના સ્ટાર બેટ્સમેન રહી ચૂકેલી ગૌતમ ગંભીરે (Gautam Gambhir) તાજેતરમાં જ ધોનીની પ્રસંશા કરતો એક કિસ્સો શેર કર્યો છે, તે સમયે ધોની કેટલો સપૉર્ટિવ હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની વનડે સીરીઝ અત્યારે ચાલી રહી છે, ત્યારે ગૌતમ ગંભીરે વર્લ્ડકપ 2011ની ફાઇનલ મેચમાં કેપ્ટન ધોની સાથેની ભાગીદારી દરમિયાન તે વાત થઇ તે કહી છે.
ગંભીરે કહ્યું કે, તે વર્લ્ડકપ મેચ એટલે કે ફાઇનલ 2011ની વાત છે, તે દરમિયાન ધોની ખુબ સપૉર્ટિવ હતો, તે સમય તે ઇચ્છતો હતો કે હું સદી ફટકારું. તે હંમેશા ઇચ્છતો હતો કે હું સદીઓ ફટકારતો રહું. તે ઓવરોની વચ્ચે મને કહી રહ્યો હતો કે તું પોતાનો સમય લે, ઉતાવળ ના કર, જો જરૂર પડશે તો હું ફાસ્ટ રન બનાવવાના શરૂ કરી દઇશ. આ ધોનીની પ્રસંશાનો કિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ મેચમાં ગૌતમ ગંભીરે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતું, તેને મેચ જીતાઉ ઇનિંગ એટલે કે 97 રનની ઇનિંગ રમી હતી. તે સમયે શ્રીલંકન ટીમ ભારતીય ટીમને જીતવા માટે અને વર્લ્ડ ચેમ્પીયન બનવા માટે 274 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, જોકે, ટીમ ઇન્ડિયાઆ ટાર્ગેટને હાંસલ કરીને વર્લ્ડ ચેમ્પીયનનો ખિતાબ જીતી લીધો હતો. તે મેચમાં કેપ્ટન ધોનીએ પણ શાનદાર બેટિંગ કરતાં 91 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં એમ એસ ધોનીને પ્લેયર ઓફ ધ મેચ અને યુવરાજ સિંહને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો.
Team India: ગંભીરે વન-ડે માટે પસંદ કર્યા ટીમ ઇન્ડિયાના ટોચના છ બેટ્સમેન, આ દિગ્ગજને કર્યો બહાર
આ છે ગંભીરના ટોપ-6 બેટ્સમેન
ગંભીરે કહ્યું કે રોહિતે વનડે ટીમમાં કિશન સાથે ઓપનિંગ કરવું જોઇએ. તે પછી વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર અને હાર્દિક પંડ્યાનું સ્થાન હોવું જોઈએ. ગંભીરે કહ્યું, 'રોહિત અને ઈશાન કિશને બેટિંગની શરૂઆત કરવી જોઇએ. વિરાટ ત્રીજા નંબરે, સૂર્યા ચાર પર અને શ્રેયસ ઐય્યર પાંચમા નંબર પર હોવો જોઇએ.