Gautam Gambhir Press Conference: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ( India vs Bangladesh 1st Test) 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે ચેન્નઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં પ્રથમ ટેસ્ટ માટે ભારતના પ્લેઈંગ-11ને લઈને મોટું નિવેદન આપ્યું હતું.






વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે યુવા બેટ્સમેન સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઇંગ-11માં સામેલ કરવા અંગે મોટો સંકેત આપ્યો હતો. સરફરાઝ, યશસ્વી અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે.






ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીરનું માનવું છે કે એક ટીમમાંથી માત્ર 11 ખેલાડીઓને જ રમવાની મંજૂરી છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓને તેમનું કૌશલ્ય દર્શાવવાની તક મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે.






આ સિવાય ગૌતમ ગંભીરે કહ્યું કે ઋષભ પંત પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. ગંભીરે કહ્યું કે પંત અમારા માટે ઇનિંગની શરૂઆત કરી શકે છે. તેણે વિકેટકીપર તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે પંત કેટલો વિસ્ફોટક હોઈ શકે છે. તેના જેવો ખેલાડી હોવો સારી વાત છે. તેણે વિકેટકીપિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.


IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ