Indian Bowling Coach Wants Gautam Gambhir: ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બની ગયા છે પરંતુ તેમનો સપોર્ટ સ્ટાફને હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને સપોર્ટ સ્ટાફમાં જોડવા અંગે હજુ પણ દુવિધા છે. જો કે, હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે ગંભીર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા માંગે છે. કોચિંગની બાબતમાં મોર્કેલ ઘણો અનુભવી છે.






ક્રિકબઝના અહેવાલ મુજબ ગંભીરે બીસીસીઆઈને મોર્કેલ પર વિચાર કરવા વિનંતી કરી છે. ગંભીર ઈચ્છે છે કે મોર્કેલ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોર્કેલ સાથે વાતચીત થઈ છે.


ગંભીર અને મોર્કેલે લખનઉ સુપરજાયન્ટ્સમાં સાથે ઘણો સમય વિતાવ્યો છે. ગંભીર 2 વર્ષ સુધી લખનઉનો મેન્ટર હતો જ્યારે મોર્કેલ હજુ પણ બોલિંગ કોચ છે.


મોર્કેલ પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યા છે


મોર્કેલ પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યા છે. મોર્કેલ 2023માં ભારતીય ધરતી પર રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે, ટૂર્નામેન્ટ બાદ મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


આ ભારતીયોને પણ બોલિંગ કોચ બનાવવાની વાત ચાલી રહી છે.


મોર્કેલ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમાર વિશે વાત ચાલી રહી છે. બીસીસીઆઇ બોલિંગ કોચ માટે પણ આ ત્રણ પર નજર રાખી રહ્યું છે. જોકે, બીસીસીઆઇ દ્ધારા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.


મોર્કેલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આવી હતી


ઉલ્લેખનીય છે કે મોર્ને મોર્કેલ 2006 થી 2018 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 27.66ની એવરેજથી 309 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે ODIમાં 25.32ની એવરેજથી 188 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 25.34ની એવરેજથી 47 વિકેટ લીધી છે.