Gautam Gambhir news: દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે મળેલી શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓ વધી શકે છે. અહેવાલો મુજબ, ટેસ્ટ ફોર્મેટમાં ગંભીરના કોચિંગને લઈને બીસીસીઆઈ (BCCI) ચિંતિત છે અને વિકલ્પોની તપાસ કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ, બોર્ડના એક અધિકારીએ આ જવાબદારી માટે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો છે. જોકે, ગંભીરનું વ્હાઈટ બોલ ક્રિકેટમાં પ્રદર્શન સારું હોવા છતાં રેડ બોલ ફોર્મેટમાં તેમનું ભવિષ્ય હવે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ના પરિણામ પર નિર્ભર રહેશે.

Continues below advertisement

દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ઉઠ્યા સવાલો

ભારતીય ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-2 થી હારી ગઈ હતી. આ હાર બાદ ગૌતમ ગંભીરની ટેસ્ટ ટીમના કોચ તરીકેની રણનીતિ પર મોટા સવાલો ઉભા થયા છે. ભલે ગંભીરના નેતૃત્વમાં ભારતે વન-ડે અને ટી20 સિરીઝ જીતી હોય, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં મળેલી નિષ્ફળતાને કારણે બોર્ડ હવે રેડ બોલ ક્રિકેટ (Red Ball Cricket) માટે અલગ કોચ વિચારવા મજબૂર બન્યું છે.

Continues below advertisement

શું VVS લક્ષ્મણ સંભાળશે કમાન?

સમાચાર એજન્સી PTI ના રિપોર્ટ મુજબ, BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ અનૌપચારિક રીતે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કરીને પૂછ્યું હતું કે શું તેઓ ટેસ્ટ ટીમના કોચ (Test Team Coach) બનવા માંગે છે? જોકે, લક્ષ્મણે હાલમાં બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (NCA) ના વડા તરીકેની પોતાની ભૂમિકામાં ખુશી વ્યક્ત કરી છે. એવું માનવામાં આવે છે કે તેઓ ફુલ ટાઈમ ટ્રાવેલિંગ કોચ બનવા માટે બહુ ઉત્સુક નથી.

ગંભીરનો કોન્ટ્રાક્ટ અને ભવિષ્ય

ગૌતમ ગંભીરનો BCCI સાથેનો કરાર 2027 ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો છે. પરંતુ ટેસ્ટ કોચ તરીકે તેમનું સ્થાન ડામાડોળ છે. આગામી 5 અઠવાડિયામાં શરૂ થનારા ટી20 વર્લ્ડ કપમાં જો ભારત ફાઈનલ સુધી પહોંચે છે અથવા જીતે છે, તો ગંભીરનું સ્થાન સુરક્ષિત રહી શકે છે. પરંતુ જો પરિણામ વિપરીત આવે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાયકલ માટે નવા નિર્ણયો લેવાઈ શકે છે.

ખેલાડીઓમાં અસુરક્ષાની ભાવના

રાહુલ દ્રવિડના કાર્યકાળની સરખામણીએ ગંભીરના સમયમાં ડ્રેસિંગ રૂમ (Dressing Room) ના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. દ્રવિડના સમયમાં ખેલાડીઓને તક મળતી હતી અને તેઓ સુરક્ષિત અનુભવતા હતા. જ્યારે ગંભીરના કડક નિર્ણયો, જેમ કે ટી20 વર્લ્ડ કપની ટીમમાંથી શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીને બહાર રાખવો, તેનાથી ટીમમાં અસુરક્ષાનો ભય ફેલાયો છે. ખેલાડીઓને લાગે છે કે જો ગિલ જેવા પોસ્ટર બોયને પડતો મૂકી શકાય, તો અન્ય કોઈનો પણ વારો આવી શકે