નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં જ્યારે એક વ્યક્તિગત ઉપલબ્ધિ હાંસલ કરવાની વાત આવે છે, ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ખાતામાં કેટલાય મોરપીંછ લાગી જાય છે. પરંતુ એક કેપ્ટન તરીકે ઉપલબ્ધિઓમાં વિરાટ ક્યાંય નથી દેખાતો. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથેની વાતચીત દરમિયાન કોહલી પર કટાક્ષ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોહલીએ ટેસ્ટમાં 27 સદી અને વનડેમાં 43 સદી ફટકારી છે, વનડેમાં 11000થી વધુ રન પણ બનાવ્યા છે. પરંતુ એક કેપ્ટન તરીકે એકપણ આઇસીસી ટ્રૉફી નથી જીતી શક્યો, કોહલી આઇપીએલમાં પણ આરસીબીને એકવાર પણ ચેમ્પિયન નથી બનાવી શક્યો.
સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડના એપિસૉડમાં બોલતા ગંભીરે કહ્યું કે, કોહલીને હજુ પોતાની કેરિયરમાં ઘણુબધુ કામ કરવાનુ બાકી છે. જ્યારે ગંભીરને પુછવામાં આવ્યુ કે કોહલીને 31 વર્ષની ઉંમરમાં હજુ શુ બાકી છે. ત્યારે જવાબ આપતા ગંભીરે કહ્યું- બહુજ, એક ટીમની રમતમાં...
ગંભીરે કહ્યું તમે તમારા માટે રન બનાવી શકો છો, બ્રાયન લારા જેવા લોકો છે જેને ઘણાબધા રન બનાવ્યા છે, જેક કાલિસ જેવા લોકો, જેને કંઇજ નથી જીત્યુ, ઇમાનદારીથી કહુ તો વિરાટે હાલના સમયે એક કેપ્ટન તરીકે કંઇજ હાંસલ નથી કર્યુ, કંઇજ નથી જીત્યુ.
વિરાટની પાસે ઘણુબધુ છે, પરંતુ એક કેપ્ટન તરીકે નહીં. જ્યાં સુધી તમે એકપણ મોટી ટ્રૉફી નહીં જીતો, ત્યાં સુધી તમે સર્વશ્રેષ્ઠ કેપ્ટને અને ખેલાડી નહીં માનવામાં આવો. કદાચ તમે તમારી આખી કેરિયર ક્યારેય પુરી નહીં કરી શકો. 38 વર્ષીય ગંભીરે આગળ કહ્યું કે વિરાટને જાણવુ જોઇએ કે તેની પાસે અલગ અલગ પ્રકારના ખેલાડીઓ છે અને જરૂર પડે કોનો ક્યાં ઉપયોગ કરી શકાય.
ગંભીરે કહ્યું, વિરાટ અન્ય કરતાં બહુજ અલગ છે, તેની પાસે ક્ષમતા છે, તેને અન્ય ખેલાડીઓને સમજવા પડશે એક ખેલાડી તરીકે. તે તેને બદલી નથી શકતો, વિરાટે અન્ય ખેલાડીઓ સાથે તુલના ના કરવી જોઇએ, કેમકે દરેક વ્યક્તિ અલગ છે.
ગંભીરે આગળ કહ્યું- મોહમ્મદ શમી ક્યારેય જસપ્રીત બુમરાહ નહીં બની શકે, કે ઇશાંત શર્મા ક્યારેય પણ જસપ્રીત બુમરાહ નહીં બની શકે. કે કેએલ રાહુલ ક્યારેય વિરાટ કોહલી નહીં બની શકે. આ મામલે શ્રેયસ અય્યર, મનિષ પાંડે કે બધા ખેલાડીઓ વિરાટની પ્રતિભા સાથે મેળ નહીં કરી શકે.
બીજા ખેલાડીઓ સાથે તુલના કરવાની બંધ કરો, એક કેપ્ટન તરીકે કંઇજ નથી મેળવ્યુ- ગંભીરનો કોહલી પર કટાક્ષ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2020 10:05 AM (IST)
સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડના એપિસૉડમાં બોલતા ગંભીરે કહ્યું કે, કોહલીને હજુ પોતાની કેરિયરમાં ઘણુબધુ કામ કરવાનુ બાકી છે. જ્યારે ગંભીરને પુછવામાં આવ્યુ કે કોહલીને 31 વર્ષની ઉંમરમાં હજુ શુ બાકી છે. ત્યારે જવાબ આપતા ગંભીરે કહ્યું- બહુજ, એક ટીમની રમતમાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -