IND vs AUS Test, Shubman Gill 100: ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમની ગીલે ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવ્યો છે. ગીલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી છે. ગીલે પોતાની ઇનિંગમાં ફરી એકવાર ધૈર્યપૂર્ણ રીતે સેન્ચૂરી ફટકારીને બધાનો ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગીલ વર્ષ 2023માં ટી20 સદી અને વનડેમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છે, હવે વધુ એક ટેસ્ટ સદીથી તેની બેટિંગમાં નિખાર આવ્યો છે.
ગીલની શાનદાર ટેસ્ટ સદી -
શુભમન ગીલ અત્યારે ભારતીય ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન છે, હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં કમાલની સદી ફટકારી છે. ગીલે ઓપનિંગમા આવીને 194 બૉલનો સામનો કર્યો હતો, જેમાં તેને 101 રનની ઇનિંગ સાથે પોતાની બીજી ટેસ્ટ સદી પુરી કરી હતી. આ દરમિયાન ગીલે 1 છગ્ગો અને 10 ચોગ્ગા લગાવ્યા હતા. ગીલની ફરી એકવાર ટેસ્ટમાં પણ શાનદાર સ્ટ્રાઇક રેટ જોવા મળી હતી, તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 52.28ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
આ પહેલા પણ શુભમન ગીલે સદી ફટકારી છે, ગીલનું આ બીજી ટેસ્ટ શતક છે, આ પહેલા તેને બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચોમાં, ચટ્ટોગ્રામ ટેસ્ટમાં પોતાની ટેસ્ટ કેરિયરની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી, હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ તેના કેરિયરની બીજી ટેસ્ટ સદી છે.