GT vs CSK Score Live: ચેન્નઈ સુપર કિંગ્સ રેકોર્ડ 10મી વખત ફાઈનલમાં, ગુજરાતને ક્વોલિફાયર-1માં 15 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

gujarati.abplive.com Last Updated: 23 May 2023 11:30 PM
GT vs CSK લાઈવ સ્કોર: ચેન્નાઈએ પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને 10મી વખત IPLની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈ 15 રને જીત્યું. ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈની ટીમે શાનદાર વાપસી કરી છે. ગત સિઝનમાં તે પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાની હેઠળ ટીમ હવે 28મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે. બીજી તરફ આ હાર બાદ ગુજરાત અણનમ છે. તેને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે. તે અમદાવાદમાં 26 મેના રોજ ક્વોલિફાયર-2માં રમશે. ત્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ અથવા લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટક્કર કરશે. બુધવારે (24 મે)ના રોજ મુંબઈ અને લખનૌ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં વિજેતા ટીમ ક્વોલિફાયર-2માં જશે.

તેવટિયા આઉટ


તેવટિયાનો જાદુ ચાલ્યો નહીં. ગુજરાતે 100ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય હવે લગભગ નિશ્ચિત છે. ધોનીની ટીમ જો આજની મેચ જીતશે તો તેને ફાઇનલમાં એન્ટ્રી મળશે.

ગિલ પણ આઉટ

ગુજરાતની વધુ એક વિકેટ પડી છે. ગિલ આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો છે. ગુજરાતે 13.1 ઓવરમાં 88ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી છે.

GT vs CSK લાઇવ સ્કોર: મિલરને જાડેજાએ બોલ્ડ કર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટીમને ચોથી સફળતા અપાવી. તેણે  ડેવિડ મિલરને ક્લીન બોલ્ડ કર્યો હતો. મિલર છ બોલમાં ચાર રન જ બનાવી શક્યો હતો. વિજય શંકર તેના આઉટ થયા બાદ ક્રિઝ પર આવ્યો છે. 

GT vs CSK લાઈવ સ્કોર: ગુજરાતને ત્રીજો ફટકો લાગ્યો

રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટાઇટન્સને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે 11મી ઓવરના ત્રીજા બોલ પર દાસુન શનાકાને આઉટ કર્યો. શનાકા 16 બોલમાં 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

GT vs CSK લાઇવ સ્કોર: ગુજરાતની ઇનિંગ્સ શરૂ

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ગુજરાતની ઇનિંગ્સની શરૂઆત થઈ છે. છેલ્લી બે મેચમાં સદી ફટકારનાર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ક્રિઝ પર આવ્યા છે. ચેન્નાઈ માટે દીપક ચહરે બોલિંગની શરૂઆત કરી છે.

GT vs CSK લાઈવ સ્કોર: ચેન્નાઈએ ગુજરાતને મુશ્કેલ લક્ષ્યાંક  આપ્યો

 ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સને 173 રનનો  ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ તેણે 20 ઓવરમાં સાત વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા.

GT vs CSK લાઈવ સ્કોર: ચેન્નાઈનો સ્કોર 17 ઓવરમાં 137/4

ચેન્નાઈ સુપર કિંગ્સે 17 ઓવરમાં ચાર વિકેટે 137 રન બનાવ્યા છે. ડેવોન કોનવેના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા અને અંબાતી રાયડુ ક્રિઝ પર છે. છેલ્લી ત્રણ ઓવરમાં ઝડપી રન બનાવવાની જવાબદારી બંને પર છે. ચેન્નાઈની ટીમ ઓછામાં ઓછા 170 રનનો આંકડો પાર કરવા ઈચ્છશે.

ચેન્નાઈનો સ્કોર 100ને પાર

ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100ને પાર કરી ગયો છે. 13.1 ઓવરની રમત પૂરી થઈ. CSKએ બે વિકેટ ગુમાવી છે. કોનવે 35 રન બનાવીને ક્રિઝ પર છે. 

ગાયકવાડ આઉટ

ગાયકવાડ 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો છે. 10.3 ઓવરમાં CSKનો સ્કોર એક વિકેટના નુકસાન પર 87 રન છે. કોનવે 25 રન બનાવીને રમી રહ્યો છે. 

GT vs CSK લાઇવ સ્કોર: ઋતુરાજની ચોથી અડધી સદી

ઋતુરાજ ગાયકવાડે IPLની વર્તમાન સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી. તેણે ગુજરાત સામે નવમી ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચેન્નાઈએ નવ ઓવરમાં કોઈ નુકશાન વિના 76 રન બનાવી લીધા છે. ઋતુરાજ ગાયકવાડ 39 બોલમાં 56 અને ડેવોન કોનવે 16 બોલમાં 18 રન બનાવીને અણનમ છે.

બે ઓવર પછી CSKના 18 રન

CSKને સારી શરૂઆત મળી છે. CSKનો સ્કોર બે ઓવર પછી 18 રન છે. ગાયકવાડ 11 બોલમાં 14 રન બનાવીને રમી રહ્યો છે. 

GT vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સે બેટિંગ શરૂ કરી

GT vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ગુજરાત તરફથી પ્રથમ ઓવર મોહમ્મદ શમીએ કરી હતી. એક ઓવર પછી ચેન્નાઈનો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચાર રન છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11


ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની , દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહેશ તિક્ષ્ણા

ગુજરાત પ્લેઇંગ ઈલેવન

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નાલકંડે, મોહિત શર્મા, નૂર અહેમદ અને મોહમ્મદ શમી

ગુજરાતે ટોસ જીત્યો

ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેપોકના મેદાન પર ધોનીની ટીમે પહેલા બેટિંગ કરવાની છે. CSKની નજર ગુજરાત સામે મોટો સ્કોર કરવા પર હશે. 

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આજની મેચમાં જે પણ ટીમ જીતવામાં સફળ થશે તેને 28મી મેના રોજ રમાનારી ફાઈનલની ટિકિટ મળશે. જો કે હારનાર ટીમને ફાઇનલમાં જગ્યા બનાવવાની બીજી તક પણ મળશે. પરંતુ ધોની અને પંડ્યા બંનેની નજર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે આજની મેચમાં જીત પર રહેશે.


આજે પ્રથમ ક્વૉલિફાયર મેચ ગઇ ચેમ્પીયન ટીમ ગુજરાત ટાઇટન્સનો સામનો ચાર વારની ચેમ્પીયન ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થવાનો છે. ખાસ વાત છે કે, આઇપીએલની 16મી સિઝનની કુલ 74 મેચો રમાવવાની છે, જેમાં આજે 71મી મેચમાં હાર્દિકનો સામનો ધોની સામે થશે. 



જો ગુજરાતની વાત કરીએ તો ગત વર્ષની જેમ આ વખતે પણ હાર્દિક પંડ્યાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. RCBને હરાવીને ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવામાં સફળ રહી. જોકે ધોનીની ટીમ માત્ર 8 મેચ જીતી શકી અને 17 પોઈન્ટ સાથે ક્વોલિફાયરમાં જગ્યા બનાવવામાં સફળ રહી.


શુભમન ગીલે આ સિઝનમાં ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે આ સિઝનમાં માત્ર 600થી વધુ રન જ નથી બનાવ્યા પરંતુ તેણે છેલ્લી બે મેચમાં સદી પણ ફટકારી છે. જો ગિલ આજે 50 રન બનાવી લે છે તો તે ઓરેન્જ કેપ હોલ્ડર બનવામાં પણ સફળ થઈ શકે છે.


ગુજરાત માટે મોહમ્મદ શમી અને રાશિદ ખાનની જોડીએ પણ શાનદાર રમત બતાવી છે. આ બંને ખેલાડીઓએ આ સિઝનમાં 24-24 વિકેટ લીધી છે.  ચેપોકમાં ગુજરાત માટે રાશિદ ખાન સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


આ સિઝનમાં ચેન્નાઈના બેટ્સમેનોએ પણ પોતાની રમતથી પ્રભાવિત કર્યા છે. કોનવે અને ગાયકવાડની જોડી ચેન્નાઈને સતત સારી શરૂઆત આપી રહી છે. આ સિવાય શિવમ દુબે અને રહાણેનું ફોર્મ CSK માટે બોનસ સાબિત થયું છે. જો કે મોઇન અલી આ સિઝનમાં એક પણ શાનદાર ઇનિંગ રમી શક્યો નથી.


આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ગુજરાતે લીગ સ્ટેજમાં ચેન્નાઈને ઘરઆંગણે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને ઘરઆંગણે ફાયદો થવાની પૂરી આશા છે. ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાતે અત્યાર સુધીમાં ચેન્નઈ સામે ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. જો આપણે ચેન્નઈ અને ગુજરાત વચ્ચેની મેચમાં જીતના અંદાજની વાત કરીએ તો આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો હાથ ઉપર છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.