GT vs DC, IPL 2023 Live: દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને 5 રનથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે.  ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.  

gujarati.abplive.com Last Updated: 02 May 2023 11:15 PM
દિલ્હીએ ગુજરાતને પાંચ રનથી હરાવ્યું હતું

IPL 2023ની 44મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ રનથી હરાવ્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 125 રન બનાવી શકી હતી.

ગુજરાતને જીત માટે 18 બોલમાં 37 રનની જરુર

ગુજરાતને જીત માટે 18 બોલમાં 37 રનની જરુર છે. હાર્દિક પંડ્યા અને અભિનવ મેદાનમાં છે. હાર્દિક પંડ્યાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. 

ગુજરાતને 60 રનની જરૂર

ગુજરાત ટાઇટન્સે ચાર વિકેટ ગુમાવીને 71 રન બનાવ્યા છે. હાલમાં કેપ્ટન હાર્દિક પંડ્યા 36 રન અને અભિનવ મનોહર 19 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે અત્યાર સુધી 39 રનની ભાગીદારી થઈ છે. ગુજરાતને હવે 36 બોલમાં 60 રનની જરૂર છે.

ગુજરાત ટાઇટન્સ માટે પાવરપ્લે સારો ન રહ્યો

DC vs GT: દિલ્હી કેપિટલ્સના 130 રનના જવાબમાં ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ 8 ઓવરમાં ગુજરાત ટાઇટન્સના 4 ખેલાડીઓ પેવેલિયન પરત ફર્યા છે. 

ગુજરાતને 131 રનનો ટાર્ગેટ મળ્યો 

દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા છે. ગુજરાતને જીતવા માટે 131 રનનો ટાર્ગેટ મળ્યો છે. દિલ્હી તરફથી અમાન ખાને 51 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી શમીએ ચાર વિકેટ ઝડપી હતી. 

દિલ્હીનો સ્કોર 8 ઓવર પછી 40 રન

8 ઓવરની રમત પૂરી થઈ ગઈ. દિલ્હી કેપિટલ્સનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 40 રન છે. દિલ્હી કેપિટલ્સની આશાઓ અક્ષર પટેલ પર ટકેલી છે. અમન અક્ષરને સપોર્ટ કરી રહ્યો છે. સ્પિનરો બંને છેડેથી બોલિંગ કરી રહ્યા છે.

દિલ્હીની પાંચમી વિકેટ પણ પડી

દિલ્હી કેપિટલ્સની વધુ એક વિકેટ પડી છે. મોહમ્મદ શમીને ચોથી સફળતા મળી છે. દિલ્હીએ માત્ર 23 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. શમીનો તરખાટ જોવા મળ્યો છે. 

દિલ્હી કેપિટલ્સની ખરાબ શરુઆત



દિલ્હી કેપિટલ્સની શરુઆત ખૂબ જ ખરાબ થઈ છે. દિલ્હીની ટીમે શરુઆતમાં જ 4 વિકેટ ગુમાવી દિધી છે.  સોલ્ટ શૂન્ટ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. વોર્નર પણ માત્ર 2 રન બનાવી આઉટ થયો છે. 




દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટ-કીપર), મનીષ પાંડે, રિલી રોસૂ, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, રિપલ પટેલ, અમન હકીમ ખાન, કુલદીપ યાદવ, એનરિક નોરખિયા, ઈશાંત શર્મા.

ગુજરાતનો પ્લેઇંગ ઈલેવન

રિદ્ધિમાન સાહા (wk), વિજય શંકર, હાર્દિક પંડ્યા (c), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, જોશુઆ લિટિલ.

દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ પ્રથમ બેટિંગ કરવા ઈચ્છતો હતો. માર્શના ન રમવાના કારણે દિલ્હીની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે.  ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.  

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 44, GT vs DC:  ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે.  ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે.  દિલ્હી કેપિટલ્સનો નંબર છેલ્લેથી પહેલો એટલે કે પૉઇન્ટ ટેબલમાં છેક તળીયાનો છે. ગુજરાતે અત્યાર સુધી કુલ 8માંથી 6 મેચ જીતી છે. તો દિલ્હીને તેની 8 મેચમાંથી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.


ગુજરાત ટાઇટન્સ આજની મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની કોશિશ કરશે.   આજની મેચ દિલ્હી માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. આજની હારથી તેનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો એકદમ બંધ જ થઈ જશે. આવામાં દિલ્હી ટૂર્નામેન્ટની નંબર 1 ટીમ સામે કેટલું દબાણ બનાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે. પંતની ગેરહાજરીમાં આ વખતે ડેવિડ વૉર્નર ટીમની કમાન સંભાળી રહ્યો છે.  પરંતુ ધારી સફળતા ટીમને અપાવવામાં નિષ્ફળ રહ્યો છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો, અહીં સિઝનમાં બેટ્સમેનોને ઘણી મદદ મળી રહી છે. અહીં ઢગલાબંધ રન બની રહ્યાં છે. આજે પણ ફરી એકવાર અહીં રનોનો વરસાદ થઇ શકે છે. જોકે બંને ટીમોનું બૉલિંગ પાવર શાનદાર છે, પરંતુ શક્ય છે કે અગાઉની મેચોની સરખામણીમાં આ વખતે રન થોડા આછો બની શકે છે. 


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.