GT vs LSG: ગુજરાતે લખનૌને 56 રને હરાવ્યું, મોહિત શર્માએ 4 વિકેટ લીધી

GT Vs LSG Score Live: ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચે મેચની અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

gujarati.abplive.com Last Updated: 07 May 2023 07:25 PM
ગુજરાત ટાઇટન્સનો આઠમો વિજય

ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર ખરાબ રીતે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરીને ગુજરાતે શુભમન ગિલના અણનમ 94 અને રિદ્ધિમાન સાહાના 81 રનની મદદથી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 8 ઓવરમાં કોઈ પણ વિકેટ વિના 88 રન બનાવ્યા બાદ નિર્ધારિત 20 ઓવરના અંતે 171 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી મોહિત શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. મોહિતે ચાર ઓવરમાં માત્ર 29 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

17 ઓવર પછી સ્કોર 152, ડીકોક આઉટ

ક્વિન્ટન ડિકોક 16મી ઓવરમાં આઉટ થયો હતો. ડિકોકે 41 બોલમાં 70 રન બનાવ્યા હતા. 17 ઓવર પછી લખનૌનો સ્કોર 4 વિકેટે 153 રન છે.

લખનૌનો સ્કોર 12 ઓવર પછી 113 રન

લખનૌ સુપર જાયન્ટ્સે 12 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 113 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોક 49 અને દીપક હુડા 11 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે. લખનૌને હવે 48 બોલમાં 115 રનની જરૂર છે.

લખનૌનો સ્કોર 10 ઓવર પછી 102 રન

228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને 102 રન બનાવી લીધા છે. ક્વિન્ટન ડી કોક 45 અને દીપક હુડા 4 રન બનાવીને રમી રહ્યા છે.

4 ઓવર પછી 50 રન

4 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સે કોઈ પણ નુકશાન વિના 50 રન બનાવ્યા. કાયલ મેયર્સ 17 બોલમાં 29 રન બનાવીને રમતમાં છે. તે જ સમયે, ડિકોક 7 બોલમાં 17 રન પર છે. મેયર્સનાં બેટમાંથી અત્યાર સુધીમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા નીકળી ચૂક્યા છે. આ સાથે જ ડિકોકે 4 ચોગ્ગા ફટકાર્યા છે.

શમીની ઓવરમાં 19 રન બન્યા

મોહમ્મદ શમીની ઓવરમાં કુલ 19 રન આવ્યા હતા. પહેલા ડિકોકે શમી પર બે ચોગ્ગા અને પછી મેયર્સે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. 3 ઓવર પછી લખનૌનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 35 રન છે.

ગુજરાતે લખનૌ સામે 227 રનનો જંગી સ્કોર બનાવ્યો

ગુજરાતે લખનૌ સામે 227 રનનો જંગી સ્કોર બનાવ્યો છે. શુભમન ગિલ 94 રને નોટ આઉટ રહ્યો હતો. આ પહેલા સાહાએ 81 રનની ઈનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યા આઉટ

ગુજરાત ટાઇટન્સની બીજી વિકેટ 16મી ઓવરના છેલ્લા બોલ પર પડી હતી. હાર્દિક પંડ્યા 15 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. બીજી તરફ શુભમન ગિલ 39 બોલમાં 73 રન બનાવીને રમી રહ્યો છે.

142ના સ્કોર પર પહેલી વિકેટ પડી

ગુજરાત ટાઇટન્સની પ્રથમ વિકેટ 13મી ઓવરમાં 142ના સ્કોર પર પડી હતી. રિદ્ધિમાન સાહા 43 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો. સાહાએ 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સાહા બાઉન્ડ્રી પર અવેશ ખાનના હાથે કેચ આઉટ થયો હતો.

10 ઓવર પછી સ્કોર 121

10 ઓવર પછી ગુજરાત ટાઇટન્સે કોઈપણ નુકસાન વિના 121 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સની આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી પણ બની છે. બંને બેટ્સમેન ખૂબ જ સરળતાથી રન બનાવી રહ્યા છે.

પાવરપ્લેમાં ગુજરાત ટાઇટન્સની તોફાની બેટિંગ

6 ઓવર બાદ ગુજરાત ટાઇટન્સનો સ્કોર કોઇપણ વિકેટ વિના 78 રન છે. રિદ્ધિમાન સાહાએ માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. સાહા હવે 23 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી છે. તે જ સમયે, શુભમન ગિલ 13 બોલમાં 2 છગ્ગાની મદદથી 22 રન બનાવીને રમતમાં છે.

4 ઓવર પછી સ્કોર 53

4 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર કોઇપણ વિકેટ વિના 53 રન છે. રિદ્ધિમાન સાહા 19 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે.

લખનઉ સુપરજાયન્ટ્સ પ્લેઇંગ-11

કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કાઇલ મેયર્સ, દીપક હુડા, કરણ શર્મા, માર્કસ સ્ટોઇનિસ, સ્વપ્નિલ સિંહ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન અને આવેશ ખાન.

ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહમદ, અને મોહમ્મદ શમી.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 51, GT vs LSG: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં રવિવારે ડબલ હેડર મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં ગુજરાત બપોરે 3.30 વાગ્યે લખનૌ સાથે ટકરાશે. આ મેચને બે ભાઈઓ વચ્ચેની હરીફાઈ તરીકે પણ જોઈ શકાય છે. એક સમયે મુંબઈ ઈન્ડિયન્સમાં એકસાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યા હવે ગુજરાત ટાઈટન્સનું સુકાન સંભાળી રહ્યો છે, જ્યારે કેએલ રાહુલની ગેરહાજરીમાં લખનૌ સુપર જાયન્ટ્સની કમાન હવે કૃણાલ પંડ્યા સંભાળી રહ્યો છે. જો કે લખનૌની ટીમ IPLમાં એક પણ વખત ગુજરાતને હરાવી શકી નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.