GG vs MI : WPL 2024 મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી જીત,ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

Gujarat Giants vs Mumbai Indians Match Live: ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચને લગતી તમામ અપડેટ તમે અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 25 Feb 2024 10:51 PM
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

Gujarat Giants vs Mumbai Indians:  વુમન્સ પ્રીમિયર લીગ 2024ની ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 18.1 ઓવરમાં 5 વિકેટે 129 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.


 





16 ઓવર પછી મુંબઈનો સ્કોર 117/4

ગુજરાત વિરૂદ્ધ હરમનપ્રીત કૌર અને અમેલિયા કાર વચ્ચે 50 બોલમાં 66 રનની મોટી ભાગીદારી થઈ હતી જેને લી તહુહુએ તોડી હતી. તેણે એમેલિયાને એલબીડબ્લ્યુ આઉટ કરી જેણે 25 બોલમાં 31 રન બનાવ્યા. પૂજા વસ્ત્રાકર છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવી છે. તે જ સમયે, કેપ્ટન 36 બોલમાં 34 રન બનાવીને અણનમ રમી રહી છે. 16 ઓવર પછી ટીમનો સ્કોર 117/4 છે. ટીમને જીતવા માટે 22 બોલમાં 10 રનની જરૂર છે.

મુંબઈની ત્રીજી વિકેટ પડી, સ્કોર 50/3

નેટ સિવર બ્રન્ટ અને હરમનપ્રીત વચ્ચે 27 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. બ્રન્ટ 22 રન બનાવીને આઉટ થઈ હતી. તે આઠમી ઓવરના ચોથા બોલ પર વિકેટકીપર મૂની દ્વારા રન આઉટ થઈ હતી. અમેલિયા પાંચમા નંબરે બેટિંગ કરવા ઉતરી છે. હાલમાં હરમનપ્રીત કૌર છ રન બનાવીને અણનમ રમી રહી છે. આઠ ઓવર પછી મુંબઈનો સ્કોર 50/3 છે.

મુંબઈને પહેલો ઝટકો લાગ્યો

મુંબઈની પહેલી વિકેટ પડી. ઓપનિંગમાં બેટિંગ કરવા આવેલા યાસ્તિકા ભાટિયા સાત બોલમાં સાત રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.  ત્રણ ઓવર પછી ટીમનો સ્કોર 19/1 છે.

ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 126 રન બનાવ્યા

વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 126 રન બનાવ્યા છે. આ મેચમાં ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. બેટિંગમાં ઓપનિંગ કરવા આવેલ વેદા કૃષ્ણમૂર્તિ ખાતું ખોલાવ્યા વિના જ પરત ફરી હતી. મુંબઈ સામે બેથ મૂનીએ 24, હરલીન દેઓલે આઠ, ફોબીએ સાત, દયાલને ત્રણ, એશ્લે ગાર્ડનરે 15, તનુજા કંવરે 28 રન બનાવ્યા હતા. જ્યારે કેથરિન બ્રાઇસ 25 રન બનાવીને અણનમ રહી હતી. નવમા નંબરે બેટિંગ કરવા આવેલ લી તાહુહુ શૂન્ય પર આઉટ થઈ હતી. ગુજરાત સામે શબનિમ ઈસ્માઈલને ત્રણ અને અમેલિયા કારને ચાર વિકેટ મળી હતી. 

16 ઓવર પછી ગુજરાતનો સ્કોર 93/7

16 ઓવર પછી ગુજરાત જાયન્ટ્સનો સ્કોર સાત વિકેટ ગુમાવીને 93 રન છે. ગુજરાતનો બેટિંગ ઓર્ડર મુંબઈના બોલરો સામે સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં, કેથરીન બ્રાઇસ અને તનુજા કંવર ક્રીઝ પર અણનમ રમી રહી છે.

શબનિમને વધુ એક સફળતા મળી

આ મેચમાં અત્યાર સુધી બે વિકેટ ઝડપનાર શબનિમ ઈસ્માઈલે વધુ એક સફળતા મેળવી છે. તેણીએ ગુજરાતની કેપ્ટન બેથ મૂનીને યાસ્તિકા ભાટિયાના હાથે કેચ આઉટ કરાવી હતી. ગુજરાતની બેટિંગ લાઇન અપ મુંબઈના બોલિંગ આક્રમણ સામે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેથરિન બ્રાઇસ સાતમા નંબર પર બેટિંગ કરવા આવી છે. 11 ઓવર પછી ટીમનો સ્કોર 64/5 છે.

7 ઓવર પછી ગુજરાતનો સ્કોર 50/3

ગુજરાત જાયન્ટ્સે 7 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા છે. બેથ મૂની 21 (17) રન અને દયાલન હેમલતા 3 (6) રન સાથે ક્રિઝ પર છે.

ગુજરાત જાયન્ટ્સના 4 ઓવર પછી 2 વિકેટે 31 રન

ગુજરાત જાયન્ટ્સે 4 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 31 રન બનાવ્યા છે. ફોબી લિચફિલ્ડ 5 (3) રન અને બેથ મૂની 13 (10) રન સાથે ક્રિઝ પર છે.

ગુજરાત જાયન્ટ્સને બીજો ઝટકો લાગ્યો

ગુજરાત જાયન્ટ્સને હરલીન દેઓલના રૂપમાં બીજો ઝટકો લાગ્યો છે. હરલીન દેઓલ 8 રન બનાવીને પેવેલિયન પરત ફરી છે.

ગુજરાત જાયન્ટ્સને પહેલો ફટકો

ગુજરાત જાયન્ટ્સને પહેલો ફટકો વેદ કૃષ્ણમૂર્તિના રૂપમાં લાગ્યો છે. ઈસ્માઈલે વેદાને એલબીડબલ્યુ કરી હતી. વેદા એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા (ડબ્લ્યુ), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, એસ સજના, શબનીમ ઈસ્માઈલ, કીર્તન બાલક્રિષ્નન, સૈકા ઈશાક.

ગુજરાત જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

બેથ મૂની (WK/C), વેદા કૃષ્ણમૂર્તિ, ફોબી લિચફિલ્ડ, હરલીન દેઓલ, એશ્લે ગાર્ડનર, ડેલાન હેમલતા, સ્નેહ રાણા, તનુજા કંવર, કેથરીન બ્રાઈસ, લી તાહુહુ, મેઘના સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2024ની બીજી સિઝનની ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને ગુજરાત જાયન્ટ્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.


 





બ્રેકગ્રાઉન્ડ

Gujarat Giants vs Mumbai Indians Match Live: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2024 ની બીજી સિઝનની ત્રીજી મેચ આજે, 25 ફેબ્રુઆરી, ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયન રન મશીન બેથ મૂનીની કપ્તાની હેઠળની ગુજરાત જાયન્ટ્સ ટીમ આ વર્ષે એક્શન માટે અત્યંત ઉત્સુક છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IST સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.