અમદાવાદ: IPL 2022 માં આ વખતે ગુજરાતની નવી ટીમ Gujarat Titans જોવા મળશે, Gujarat Titans ટીમનું એન્થમ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. આ અગાઉ તેનો લોગો અને જર્સી પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. ટીમનું એન્થમ સોંગ લોંચ કરવામાં આવતા ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. આ એન્થમ સોંગ સાંભળીને કોઈ પણ ગુજરાતીને ઝૂમવાનું મન થઈ જાય છે. આદિત્ય ગઢવીના અવાજમાં 'Aava de' સોંગ સાંભળીને નચવાનું મન થઈ જશે.
ગુજરાત ટાઇટન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ડેબ્યૂ કરતા પહેલા તેમનું થીમ સોંગ 'આવા દે' રિલીઝ કર્યું છે. ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે, આ ગીત ગુજરાતી સંસ્કૃતિ અને ટીમની મહત્વાકાંક્ષાને જોડતું દેખાય છે. ગીતની શરૂઆતમાં સ્વ.શ્રી કવિ નર્મદની પ્રસિદ્ધ પંક્તિઓ જય જય ગરવી ગુજરાતથી થાય છે. ત્યારબાદ 'આવા દે' શબ્દનો અર્થ થાય છે કે ટીમ દરેકને આમંત્રણ મોકલી રહી છે અને પડકાર સ્વીકારવા તૈયાર છે.
ગીતને બનાવનાર લોકોનો પુરેપુરો વિશ્વાસ છે કે આ સોંગ લોકોના દિલોમાં ઉંડી છાપ છોડશે. ગુજરાતી લોક કલાકાર આદિત્ય ગઢવીએ જણાવ્યું છે કે, જ્યારે મારે ગુજરાત ટાઈટન્સ માટે આ ગીત ગાવાનું હતું, ત્યારે મને ખબર હતી કે મારે તેના માધ્યમથી ગુજરાતની ઉર્જા, ચરિત્ર અને ઓળખને બતાવવી પડશે. મેં એક એવી ધૂન પસંદ કરી જે રાજ્યની ઓળખ વિશ્વ સમક્ષ લાવી શકે. હું ખૂબ જ ખુશ છું કે ગુજરાત ટાઇટન્સમાં દરેકને તે ગમ્યું છે. ગુજરાત ટાઇટન્સની ટીમમાં ઉત્સાહ વધશે.
આ ગીતને લોન્ચ કરતા જ સોશિયલ મીડિયા પર લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ગીત 'Aava de' લોન્ચ થતાં જ થોડીક જ મિનિટોમાં હજારો લોકોએ નિહાળ્યું અને પસંદ કર્યું છે. તમને જણાવી દઈએ કે પહેલીવાર ગુજરાત ટાઈટન્સની ટીમ IPL 2022 રમવા જઈ રહી છે. આ વખતે IPLમાં 8ના બદલે 10 ટીમો રમશે. ગુજરાત અને લખનઉની બે નવી ટીમોને આ વર્ષે લીગમાં સ્થાન મળ્યું છે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ બન્ને નવી ટીમોને બે અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
ગુજરાત ટાઈટન્સ
શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર સાઈ કિશોર, ડોમિનિક ડ્રેક, જયંત યાદવ, વિજય શંકર, દર્શન નલકાંડે, યશ દયાલ. , અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, , મેથ્યુ વેડ, ગુરકીરત સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ.