Happy Birthday MS Dhoni: આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ છે, આજે ધોની પોતાનો 42મો જન્મદિવસ મનાવી રહ્યો છે. મહેન્દ્ર સિંહ 7 જુલાઇ 1981ના રોજ ઝારખંડના રાંચીમાં જન્મ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) કેપ્ટન કૂલ તરીકે ઓળખવામાં છે. મેદાન પર સ્થિતિ ભલે ગમે તેટલી વિકટ કે મુશ્કેલ હોય, પરંતુ ધોની હંમેશા શાંતિથી કામ કરે છે. એક બે કિસ્સાઓને બાદ કરતાં ધોની ક્યારેય ક્રિકેટના મેદાન પર ગુસ્સે નથી દેખાયો. પરંતુ હવે ધોની વિશે તેના જ ખાસ સાથીએ મોટો ઘટસ્ફોટ કર્યો છે, તેને કહ્યું છે કે, ધોની કેપ્ટન કૂલ નથી, તે મેદાન પર ગુસ્સો બહુ કરે છે, ગાળો પણ બોલે છે. આ ખુલાસો ભારતીય ફાસ્ટ બૉલર ઈશાંત શર્માએ કર્યો છે.
ખરેખરમાં એમએસ ધોની એક મહાન કેપ્ટન છે, તેને પોતાની કેપ્ટનશીપમાં ના માત્ર 3 ICC ટ્રૉફી જીતી છે, પરંતુ ભારતને મોટા ખેલાડીઓ પણ આપ્યા છે. હવે ઇશાન્ત શર્માએ ધોની વિશે એક મજેદાર વાત કહી છે.
ઇશાન્તે કહ્યું, માહી ભાઈની તાકાત એક નહીં પણ બીજી કેટલીય છે. તે મેદાન પર ઘણીવાર દુર્વ્યવહાર કરે છે, તેને મને ઘણીવાર આવું કર્યુ છે, હું મજાક કરું છું, પરંતુ તેની સાથે નાના ભાઈની જેમ વર્તે છે. એકવાર મેં તેને પૂછ્યું કે તું મને આટલી બધી ચીડવતો કેમ છે? તો તેણે મને કહ્યું કે હું જેને પ્રેમ કરું છું તેને જ ચીડવું છું. નહિતર મેં બધાને ચીડ્યા ના હોત. આ જાણ્યા પછી હું સાવ ઠંડો પડી ગયો.
ખરેખરમાં, એક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતાં ઇશાન્તે કહ્યું કે, માહી ભાઈ શાંત સ્વભાવના નથી તેમના બીજા અનેક ગુણો છે. તે ઘણી વખત મેદાન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને મે તે સાંભળ્યું છે. ભલે તે IPL દરમિયાન હોય કે ભારતીય ટીમ સાથે. તમને માહી ભાઈ સાથે કોઈના કોઈ તો બેસેલો જોવા જ મળશે.
ઇશાન્તે એક ઘટના યાદ કરીને કહ્યું…
ઇશાન્તે ધોની સાથેની એક ઘટના યાદ કરી અને કહ્યું, ‘એક મેચમાં બોલિંગ પૂરી કર્યા બાદ માહી મારી પાસે આવ્યા અને પૂછ્યું – તું થાકી ગયો છું? મે જવાબ આપ્યો કે, હા ઘણો થાકી ગયો છો. પછી ધોનીએ કહ્યું, બેટા તું ઘરડો થઈ રહ્યો છું, છોડી દે. દિલ્હીના ફાસ્ટ બૉલરે એ પણ કહ્યું કે, ધોનીએ એક ટેસ્ટ મેચ દરમિયાન ઇશાન્તે થ્રૉ બરોબર ના માર્યો તો ધોની ભડકી ઉઠ્યો હતો. પછી તેમણે કહ્યું, હાથમાં માર…
ઇશાન્ત ધોનીની કેપ્ટન્સીમાં ખુબ રમ્યો -
ઇશાન્તે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ, પરંતુ એમએસ ધોનીએ જ ઇશાન્તને મેચ વિનર બનાવ્યો હતો. આ પછી તેને ભારત માટે 105 ટેસ્ટ, 80 ODI અને 14 T20I મેચ રમી છે. જેમાં તેને અનુક્રમે 311, 115 અને 8 વિકેટો ઝડપી છે. જોકે, હવે ઇશાન્તને વાપસીની તક મળવી મુશ્કેલ લાગી રહી છે, કારણ કે BCCI યુવા ખેલાડીઓને તક આપીને ભવિષ્ય માટે તૈયાર કરવાનું વિચારી રહ્યું છે.