Happy Birthday Sachin Tendulkar: ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર આજે 51 વર્ષના થયા છે. સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં થયો હતો. આ દરમિયાન સચિને એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સચિને કેક કાપી અને નાના બાળકો સાથે ફૂટબોલ પણ રમ્યો હતો. વીડિયોના કેપ્શનમાં સચિને લખ્યું, 'મારા જન્મદિવસના સપ્તાહની શરૂઆત કરવાની આ કેવી રીત છે! મને ફૂટબોલ રમવા અને ઘટનાઓ શેર કરવા અ આ અવિશ્વસનીય છોકરીઓ સાથે પોતાના જન્મદિવસની કેક કાપવામાં ખૂબ મજા આવી જેમને સચિન તેંડુલકર ફાઉન્ડેશનનું સમર્થન પ્રાપ્ત છે. તેઓ મને શુભકામના આપનાર પ્રથમ વ્યક્તિ હતા અને તેમણે મારા સપ્તાહને વાસ્તવમાં ખાસ બનાવ્યો હતો!”
નોંધનીય છે કે સચિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર અને 200 ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર ખેલાડી છે. આ સિવાય સચિને ભારત માટે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34357 રન પણ બનાવ્યા છે. સચિનના નામે 201 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ છે.
1- સૌથી વધુ ટેસ્ટ મેચ
સચિન તેંડુલકર સૌથી વધુ 200 ટેસ્ટ મેચ રમનાર બેટ્સમેન છે. અત્યારે ટેસ્ટ ક્રિકેટ એટલી રમાતી નથી. આવી સ્થિતિમાં જો કોઈ ખેલાડી માત્ર 100 ટેસ્ટ જ રમે છે તો તેને મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. જો કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અત્યાર સુધીમાં 187 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.
2- સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન
સચિન તેંડુલકરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 34,357 રન બનાવ્યા છે. તે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી છે. સચિનનો આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે. હાલમાં વિરાટ કોહલી એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 25,000 આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો છે.