Happy Birthday Rafael Nadal: સ્પેનિશ સ્ટાર ખેલાડી રાફેલ નડાલને 3 જુન 2022ના દિવસે જન્મદિવસ છે. આજે રાફેલ નડાલ 36 વર્ષનો થઇ ગયો છે. રાફેલ નડાલની ટેનિસ કેરિયર ઉતાર ચઢાવ વાળી રહી. તેને પોતાની અત્યાર સુધીની 12 વર્ષની કેરિયરમાં અનેક પ્રકારના ટાઇટલ્સ જીત્યા છે. પરંતુ બહુજ ઓછાને ખબર હશે કે રાફેલ નડાલ એક સમયે ફૂટબૉલ ખેલાડી હતો. બાદમાં વળાંક લઇને તે ટેનિસ સ્ટાર બની ગયો હતો. 


12 વર્ષની સફળ કેરિયરમાં નડાલે 13 ફ્રેન્ચ ઓપન જીત્યા છે. આની સાથે જ નડાલે પોતાના નામે ગ્રાન્ડ સ્લેમ મેન્સ સિંગલ્સ ટાઇટલ પણ કરી લીધુ છે. હાલમાં નડાલે ફ્રેન્ચ ઓપન 2022ની ક્વાર્ટર ફાઇનલમાં નોવાક જાકોવિચને હરાવીને તેને સેમિફાઇલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. જાણો કેવી રહી તેને ટેનિસ કેરિયર.. 


ખાસ વાત છે કે રાફેલ નડાલ પહેલાથી જ રાઇટ હેન્ડ ખેલાડી હતો, પરંતુ તેને પોતાના કૉચના કહેવાથી લેફ્ટ હેન્ડ રમવાનુ શરૂ કરી દીધુ, જેમાં તેને સતત સફળતા મળતી રહી. એક સમયે નડાલ ફૂટબૉલનો જબરદસ્ત ખેલાડી હતો, અને સાથે સાથે ટેનિસ પણ રમતો હતો, પરંતુ બાદમાં તેને ફૂટબૉલ છોડીને ટેનિસને અપનાવ્યુ અને આજે ટેનિસની દુનિયાનો બાદશાહ બની ગયો છે. 


રાફેલ નડાલની લવ લાઇફની વાત કરીએ તો તેની ગર્લફ્રેન્ડનુ નામ છે મારિયા ફ્રાન્સિસ્કા પેરેતો, મારિયા ફ્રાન્સિસ્કા પેરેતો સાથે નડાલની મુલાકાત તેની બહેને કરાવી હતી. બન્ને બાદમાં 2005માં એકબીજાને ડેટ કરવા લાગ્યા, અને 15 વર્ષના લાંબા ડેટિંગ બાદ બન્નેએ લગ્ન કર્યા હતા. રાફેલ નડાલ અને મારિયા ફ્રાન્સિસ્કા પેરેતોના લગ્ન 22 ઓક્ટોબર 2019ના રોજ થયા હતા. 


રાફેલ નડાલની ઉપલબ્ધિયો- 
રાફેલ નડાલે પોતાની કેરિયરમાં 13 ફ્રેન્ચ ઓપન જીત્યા છે, સાથે જ ઓસ્ટ્રેલિયન ઓપન 2009 અને 2022 પોતાના નામે કર્યુ છે. વળી, વિમ્બલ્ડન ઓપન 2008 અને 2010 નો ચેમ્પીય રહી ચૂક્યો છે. જ્યારે યુએસ ઓપનમાં રાફેલ નડાલ 2010, 2013, 2017 અને 2019 જીતી ચૂક્યો છે. એટલુ જ નહીં રાફેલના જન્મ દિવસના દિવસને સ્પેનમાં નેશનલ ટેનિસ ડેથી પણ ઉજવવામાં આવે છે. આમ રાફેલ નડાલે ટેનિસમાં બાદશાહત હાંસલ કરી લીધી છે.